ગીર સોમનાથમાં ૨ શંકાસ્પદ જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવ્યા

ગીર સોમનાથમાં ૨ શંકાસ્પદ જહાજ સિલ કરેલી હાલતમાં મળી આવ્યા
Spread the love

ગીર-સોમનાથ,
ગીર સોમનાથમાં કોસ્ટગાર્ડની કાર્યવાહીમાં સીલ કરેલા બે શંકાસ્પદ જહાજા દેખાયા હતા. આ બંન્ને જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રÌšં છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે જ્યારે અન્યને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યું છે. આ જહાજમાં ડ્રગ્સ હોવાની પણ શક્્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ કોસ્ટગાર્ડ, આઈબી સહિત પોલીસનો કાફલો અને જામનગર ડોગ સ્કવોર્ડ સ્થળ પર પહોચી ગયા છે. હાલ એટીએસ અને નાર્કોના અધિકારીઓની અહીં આવીને તપાસ હાથ ધરશે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે મોડી રાતે ઇન્ડોનેશિયાથી કુવૈત જઇ રહેલા ‘સી શેલ’ નામના જહાજ ભારતીય જળસીમામાં ઘુસી આવ્યું હતું. આ જહાજની શંકાસ્પદ હીલચાલને કારણે ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે તેની પર નજર રાખીને તેને ઝડપી પાડ્યું હતું.
કોસ્ટગાર્ડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચીને જહાજમાં રહેલા ૭ ક્રુ મેમ્બરોની પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળદ્વારકા નજીક લેવાયેલા શંકાસ્પદ જહાજ શી સેલ નામનું જહાજ ઇરાનનું હોવાનું બહાર આવ્યું છે. તેનું રજીસ્ટ્રેશન ઇન્ડોનેશયા નજીક એક ટાપુનું છે. ઈરાનના માલિકે કુવૈતમાં અન્ય વ્યÂક્તને વેચ્યું હતું. શી સેલ નામનું જહાજ ઇન્ડોનેશિયાથી કુવૈત જઇ રÌšં હતું. ઇન્ડોનેશયાથી કુવૈત પહોંચાડવા માટે બે ટગને દોરડા વડે બાંધી જતુ હતું. આ દરમિયાન વચ્ચે અનેક વાર ડીઝલ સહિતના પ્રશ્નોથી હેરાન થયું હતું. તેમજ દીવ નજીક પહોંચતા એક ટગનું દોરડું તૂટી જતા એક ટગે દરિયામાં જળસમાધી લીધી છે
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કચ્છના જખૌ બંદરેથી ભારતીય તટરક્ષક દળે આ કરોડોના મૂલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ લગભગ ૧૦૯ કિલોગ્રામ હોવાનો અંદાજ હતો. કુલ ૧૯૩ પેકેટ્‌સમાં ડ્રગ ભરેલું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રÌšં હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે ૧૩ શખ્સની ધરપકડ કરી હતી. તેમાં ૬ પાકિસ્તાની નાગરિક છે અને ૭ ભારતીય નાગરિકની પણ ધરપકડ કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!