રાધનપુર શહેરમાં ગટર લાઈનો સાફ સફાઈ નહિ થતાં લોકો ત્રાહિમામ:

રાધનપુર શહેરમાં ગટર લાઈનો સાફ સફાઈ નહિ થતાં લોકો ત્રાહિમામ:
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકામાં કોંગ્રેસની બોડીની મુદત પુરી થયાં બાદ વહીવટદાર મુકાયા બાદ લોકોની સમસ્યા સાંભળવા વાળું કોઈ જ રહ્યું નથી. ત્યારે રાધનપુર શહેરના લીમડીવાસમાં છેલ્લા કેટલાય સમયથી ગટરો સાફ કરાઈ ના હોવાથી ગટરો કચરાથી જામ થઇ જવાથી ગટરના ગંદા પાણી ઉભરાઈને જાહેરમાર્ગ ઉપર આવતાં હોઈ રાહદારીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટદારના શાસનમાં કોઈ ધ્યાન આપતું નથી. આ વિસ્તારના રહીશો અને લોકોની માંગ છે કે ગટરો દરરોજ સાફ કરવામાં આવે અને જ્યાં ગટર તૂટી હોય તેને તાત્કાલિક રિપેરિંગ કરવી જોઈએ.

તો બીજી તરફ રાધનપુર ના મસાલી રોડ ઉપર ખુલ્લી ગટર નું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. અને આ ખુલ્લી ગટરો ને કારણે ગંદકી નું સમ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. અહિયાં સ્થાનિક રાહદારીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.તો વાહન ચાલકો અને આજુબાજુ ના રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. રાધનપુર નગરપલિકા નો વહીવટ સતાધારી પક્ષ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શરમાવે તેવી ધોર બેદરકારી ભર્યો કથળેલો વહીવટ નુ સામ્રાજ્ય ઉઘાડું પડી ગયું જોવા મળેછે. ગામ તાલુકા જિલ્લા કે રાજ્ય મા ચૂંટાઈ પ્રતિનિધિ બની પાણી મા ઘર બનાવી શકો પરંતુ જ્યાં રહો ત્યાના વિસ્તાર મા સ્વચ્છતા ના જાળવી શકો તો તે આપણું પ્રતિનિધિત્વ સુકામનું માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.

રાધનપુર વીરનગર સોસાયટી સરસ્વતી નગર સોસાયટીનાં લોકો પણ ખુલ્લી ગટર નાં કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે.અને વારંવાર રજૂઆત છતાં ખુલ્લી ગટરો નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.વારંવાર શાળાએ જતા વિદ્યાર્થીઓ આ ગટર માં પડી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા તત્કલિક ધોરણે સાફ સફાઈ અને ખુલ્લી ગટર માં ઢાંકણા નાખવા લોકોની માંગ ઉઠી છે.

રાધનપુર નગર નાં મસાલી રોડ વિસ્તારમાં આવેલી વલ્લભનગર પ્રાથમિક શાળા થી લઈને સતત ખોડલ નગર સોસાયટી સુધી સતત બને બાજુમાં ખુલ્લી ગટર જોવા મળી રહી છે.તો બીજી તરફ શાળા નજીક ખુલ્લી ગટર હોવાના કારણે અને શાળામાં આવતા બાળકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનાં નિવાસ સ્થાન નો છે. છતાં ખુલ્લી ગટરો નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહત્વનું છે કે અવાર નવાર રાધનપુર નગરપાલિકા માં સ્થાનિક રહીશો દ્વારા રજૂઆતો અને જાણ કરવા છતાં આ ખુલ્લી ગટરો નું કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.લોકોના જણાવ્યા મુજબ આ ખુલ્લી ગટર શાળા નજીક હોઈ ખુલ્લી ગટર હોવાથી જોખમી બની ગઈ છે.આ ગટર લાઈન માં તેના પર ઢાંકણ ન હોવાના કારણે કેટલાય બાળકો ચોમાસા દરમિયાન પડી પણ ગયા હોવાના અહેવાલ મળ્યા છે.ત્યારે તંત્ર ની લાપરવાહી ને લઇને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.શાળા ના નજીક ખૂલ્લી ગટરની દુર્ગંધ થી બાળકો પણ ત્રસ્ત બન્યાં છે અને રોગના ભોગ બની રહ્યા છે.કેમ કે ખુલ્લી ગટર ને લઇને શાળાના વિદ્યાર્થીઓ માં બીમારી થાય તેવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે રાધનપુર નગર પાલિકા તંત્ર જાણે કોઈ મોટી અક્સ્માત ની રાહ જોઈ રહ્યુ હોય તેમ કોઇ પગલાં ન ભરતા સ્થાનિક રહીશો માં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનીક લોકોના જણાવ્યા મુજબ પાલિકા માં અનેકવાર જાણ કરવા છતાં તંત્ર મૌન ધારણ કરી રહ્યુ છે. ત્યારે સત્વરે આ ખુલ્લી ગટરો માં ઢાંકણા નાખવામાં નહિ આવે તો આવનાર સમય માં કોઈ મોટી દુર્ઘટના બને તેવું લાગી રહ્યું છે.આહીર છાત્રાલય બોડિંગ, વલભનગર પ્રાથમિક શાળા, મુરલીધર સ્કૂલ સહિત મસાલી રોડ પર 3 સ્કૂલો આવેલી છે.તેમજ સ્કૂલ જતાં નાના બાળકો તે જ્ગ્યાએ હેરાન પરેશાન થઈને પણ પસાર થતા હોય છે.ત્યારે આ ખુલ્લી ગટરો નું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી સોસાઈટીના લોકોની માંગણી ઉઠવા પામી છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240118_004113-0.jpg IMG_20240118_004100-1.jpg IMG_20240118_004131-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!