રાધનપુર : અરજણસર ગામેથી નીકળતી નર્મદા કેનાલ ઓવરફલો થતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યા..

રાધનપુર : અરજણસર ગામેથી નીકળતી નર્મદા કેનાલ ઓવરફલો થતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યા..
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવર ફલો થતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ જીરા અને સૂવા સહિતના ઉભા પાકમાં પાણી ભરાતા ખેડુતને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.સાથેજ ખેડૂતો એ જણાવ્યું હતું કે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાના કારણે વારંવાર કેનાલો ઓવરફ્લો થઈ રહી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને નિગમના અધિકારીઓ ની મિલી ભગત નાં કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે તેવા પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.

અરજણસર ગામનાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે મોંઘા ભાવે બીજવારા, બિયારણ લાવી વાવેતર કર્યું છે જે વાવેતર કરેલ જીરા સહિતના પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતી સેવાઈ છે.ત્યારે સરકાર દ્વારા યોગ્ય વળતર ની માંગ કરવામાં આવી છે.તેમજ નર્મદા નિગમનાં જવાબદાર તંત્ર અધિકારીઓ સહિત કોન્ટ્રાકટર ની બેદરકારીને કારણે તેમજ સાફ સફાઈ નાં અભાવના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિત નું નિર્માણ થવા પામ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ ,રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240204_221900-0.jpg IMG_20240204_221811-1.jpg IMG_20240204_221719-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!