છૂટાછેડા બાદ પણ પત્ની ભરણપોષણ માંગી શકેઃ કોર્ટનો ચુકાદો

ન્યુ દિલ્હી,
ભરણપોષણ અંગેના એક કેસમાં કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યં કે છૂટાછેડા લીધા પછી પણ પત્નિ પોતાના અને બાળકોના ભરણપોષણ માટે પતિ પાસેથી ભરણપોષણ માંગી શકેછે. જા કે તેના માટે પત્નિની આર્થિક અને સામાજીક હાલત મહત્વપૂર્ણ માનવામાં આવશે. ત્યાર પછી જ ભરણપોષણની અરજી પર નિર્ણય આપી શકાય.
રોહિણી ખાતેની અધિક સત્ર ન્યાયધીશની કોર્ટે આ કેસમાં મહિલાની તરફેણમાં ચુકાદો આપતા કÌšં કે છૂટાછેડાનો મતલબ એવો નથી કે છૂટાછેડા અપાયેલી પત્નિ પ્રત્યે પતિની જવાબદારી પુરી થઇ ગઇ છે મહિલાની આર્થિક અને સામાજીક હાલતએ નક્કી કરે છે કે તે પોતાના પહેલાના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે યોગ્ય છે કે નહીં. જા કે આના માટેના પણ કેટલાક નિયમો છે જે મહિલા પક્ષે પાળવા પડે.
કોર્ટે આ વાત એક મહિલા દ્વારા પોતાના અને પોતાની નવવર્ષની દિકરી માટે ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ અપાવવાની અરજી પર ચુકાદો આપતી વખતે કહી હતી કોર્ટે ભૂતપૂર્વ પતિને હુકમ કર્યોછે કે તે દિકરીના અભ્યાસ અને ગુજરાન માટે મહિને ૧પ હજાર રૂપિયા ચુકવે. સાથે એવો પણ આદેશ આપ્યો કે પ્રતિવાદીએ દર મહિનાની ૧૦ તારીખે આ રકમ પોતાની ભૂતપૂર્વ પત્નિ અને દિકરીને આપવી પડશે.