દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, કેજરીવાલ સૌથી મોટો ચોર

ન્યુ દિલ્હી,
હંમેશા બીજા પર આરોપ લગાવનારા અને ખુદને ઈમાનદારીનો પર્યાય બતાવનારા કેજરીવાલની મુસીબતોમાં વધારો થયો છે. અકાલી દળના ધારાસભ્ય મંજિંદર સિંહએ દિલ્હીની કેજરીવાલ સરકાર પર લાગેલા ૨૦૦ કરોડનામાં કેજરીવાલને ચોર કહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં શિક્ષણની રાજકીય લડાઈ બંધ થવાનું નામ લઈ રહીં નથી. અકાલી દળના ધારાસભ્ય મંજિંદર સિંહ સિરસાએ દિલ્હીની સત્તાધારી કેજરીવાલ સરકાર પર લાગેલા ૨૦૦ કરોડના કોભાંડના આરોપમાં કેજરીવાલને ચોર ગણાવ્યા. એમણે દિલ્હીમાં કોજરીવાલને ચોર ગણાવીને પોસ્ટર પણ લગાવ્યા.
પોસ્ટરમાં લખ્યું છે, પોતાને સૌથી મોટો ઈમાનદાર ગણાવનાર સૌથી મોટો ચોર નીકળ્યો. સ્કુલમાં જે વર્ગ ૫ લાખ રૂપિયામાં તૈયાર થાય તેના માટે ૨૫ લાખ આપ્યા.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી આરટીઆઈના માધ્યમથી દિલ્હી સરકાર પર ૨૦૦૦ કરોડનું કોભાંડ બહાર લાવ્યા. આરટીઆઈમાં જણાવ્યું કે ક્લાસરૂમ બનાવવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે ખર્ચ માત્ર ૮૯૨ કરોડનો થયો. આ કામ દિલ્હી સરકારએ ૩૪ ઠેકેદારોને આપ્યું હતું અને તેમાં કેજરીવાલના સબંધી પણ હતા. મનોજ તિવારીએ દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પાસેથી રાજીનામાની માગ કરી હતીં. સાથે જ તિવારીએ કÌšં હતું કે, ભાજપ આ મુદ્દે લોકાયુક્ત તપાસની માગ પણ કરશે.