હરિશ રાવતે અસમના પ્રભારી-કોંગ્રેસ મહાસચિવ પદેથી રાજીનામું આપ્યુ

દહેરાદૂન,
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પાર્ટી પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં મોટા સ્તરના નેતાઓના સતત રાજીનામા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે અસમના પ્રભારી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદેશી રાજીનામુ આપી દીધુ છે. વળી, જૂનના અંતમાં ઘણા કોંગ્રેસી નેતાઓએ હારની જવાબદારી લઈને પોત પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા હતા. ત્યારબાદ પાર્ટીની અંદર રાજીનામાની વણઝાર લાગી ગઈ હતી.
ગુરુવારે હરીશ રાવતે હાલમાં જ થયેલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી ભારે હારની જવાબદારી લઈને રાજીનામુ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ હરીશ રાવતને અસમના પ્રભારી બનાવ્યા હતા. આ ચૂંટણીમાં પાર્ટીનું અસમમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રÌš. હરીશ રાવતે ફેસબુક પર પોસ્ટ લખીને હારની જવાબદારી લીધી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર તેમજ સંગઠનાત્મક નબળાઈ માટે આપણે પદાધિકારી ગણ જવાબદાર છે.