આગામી બે વર્ષમાં ભારતમાંથી કુપોષણ ખતમ થઈ જશેઃ સ્મૃતિ ઈરાની

ન્યુ દિલ્હી
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાં જાણકારી આપી છે કે ૨૦૨૨ સુધી ભારતમાંથી કુપોષણ ખતમ થઈ જશે. ઈરાનીએ જણાવ્યું કે પોષણ અભિયાન સ્કીમની અસર શાનદાર થઈ રહી છે. આગામી બે વર્ષમાં કોઈપણ બાળક કુપોષણનો શિકાર નહી થાય. આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર ગુપ્તા માટે એક સવાલના જવાબમાં ઈરાનીએ આ જાણકારી સદનમાં આપી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કુપોષણની વાત કરી રહ્યા છે કે અમે સફાઈ, પીવાનું પાણી અને બીજા પહેલુઓને પણ લઈને ચાલી રહ્યા છે. મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે તમામ રાજ્યોના તમામ જિલ્લામાં પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે આને સતત વધારી રહ્યા છીએ. સાથે જ કેન્દ્રીય સરકાર મિડ ડે મીલને ભોજનની Âસ્થતિમાં પણ સુધારા માટે કામ કરી રહી છે. જેથી બાળકોને પૌÂષ્ટક ખાવાનું મળે. મિડ ડે મીલ ૨૦૨૨ સુધી દેશને કુપોષણથી ફ્રી કરવામાં મહત્વનું હશે.સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કુપોષણ અભિયાન જન આંદોલન કેન્દ્રની સરકારની એક પ્રમુખ યોજના છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને કુપોષણથી કાઢવા, કિશોરો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવવનાર માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો એજ લક્ષ્ય છે અને તેનું પરિણામ સારું આવી રÌšં છે.