હિંગળાજ માતાજીના મંદિરમાં ઝુમ્મર આપોઆપ ઝુલ્યું

હિંગળાજ માતાજીના મંદિરમાં ઝુમ્મર આપોઆપ ઝુલ્યું
Spread the love

વેરાવળ,
સોમનાથ પ્ર.પાટણના દરજીવાડામાં આવેલ આશરે ૪૦૦ વરસથી પણ વધુ પ્રાચીન હિંગળાજી માતાજીના મંદિરે અલૌકિક દ્રશ્યનો નઝારો સર્જાયો હતો. માતાજીની મુર્તિ ઉપર એક ચાંદીનું ઝુમ્મર મંદિર છતની હુક સાથે ત્રાંબાના પાતળા તારથી લટકાવવામાં આવ્યું છે. જે ઝુમ્મર ઘડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા તો ક્્યારેક ગોળાકાર અચાનક સતત ઝુલવા લાગતા તેની જાણ લોકોને થતા મોડી રાત્રી સુધી આ દ્રશ્ય નિહાળવા લોકોની ભારે ભીડ અને કતારો લાગી હતી.
માતાજીના દર્શન પૂજન કરી અસંખ્ય મોબાઇલ ધારકોએ આ દિવ્ય દ્રશ્યને પોતાના મોબાઈલ કેમરાઓમાં ક્લીક કર્યા હતા. દરજી જ્ઞાતિ અગ્રણી સુભાષભાઇ વૈયાટા માતાજીની સમુહમાં આરતી, ધૂન, ભજન કરે છે. આ કાર્ય ચાલુ હતું ત્યારે ગુરૂવારે ૭.૧૫ વાગ્યે એક માતાજીનું ઝુમ્મર સતત ઝુલવા માંડ્યું હતું. જે ક્્યારેક ગોળાકાર ધુમતું તો મોટભાગે ઘડીયાળના લોલકની જેમ એક દિશાથી બીજી દિશા જઇ ફરી પાછુ રીટર્ન આમ સતત પાંચ કલાક સુધી રÌšં અને મધ્યરાત્રિએ ૧૨ઃ૧૫ કલાકે ઝુમ્મર ફરતું બંધ થયું હતું. આ વાતની ગામડાઓમાં જાણ થતાં મંદિરે સાંજથી રાત્રી સુધી દર્શનાર્થી ભારે ભીડ અને કતારો લાગી હતી. આ મંદિરમા પંખો નથી, મોટી બારીઓ નથી, મંદિર એકદમ સાંકડુ છે અને પવનનો જરાય અવકાશ નથી છતાં ઝુમ્મર ઝુલતું રÌšં જે અનેક લોકોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્ય ક્લીક કર્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!