રૂપાણી રાજમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો.?, ૪ હજારની જગ્યા માટે ૧૩ લાખ ફોર્મ ભરાયા!

ગાંધીનગર,
બેકારીમાં ઘટાડો થયો છે. લોકોને રોજગારી અમે આપી છે અને આપીએ છીએ.વિરોધ પક્ષને જુઠ્ઠાણા ફેલાવવાની આદત પડી ગઈ છે. આવી વાતો કરતી ભાજપ સરકારની પોલ હવે ખુલી પડી છે. કેમ કે ગુજરાતમાં બેરોજગારી દિવસે ને દિવસે વધતી જાવા મળી રહી છે.છતાં સરકાર આનો ઉકેલ લાવવાની જગ્યાએ તમાશો જાઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે.કેમ કે ગુજરાતમા રૂપાણી સરકારમાં બેકારી તેમજ બેરોજગારી ના કારણે ઘણા પરિવારે સામુહિક આત્મહત્યાઓ કરી લીધી છે.ઘણા લોકોએ રોજગારી નહીં મળવાને કારણે પણ આત્મહત્યા કરી હોય તેવા કિસ્સાઓ પણ જાવા મળ્યા છે.ત્યારે હજુ પણ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરવામાં નિષ્ફળ નીવડી છે તેનું તાજું ઉદાહરણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની આશરે ૪ર્ર્ર્ જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં સરકારની રોજગારી આપવાનું પોલ બહાર આવતું જાવા મળ્યું. આ જાહેરાત ૧૨ પાસ ઉપર હતી પરંતુ આ જાહેરાતમા સ્નાતક તેમજ ડિપ્લોમા તેમજ ડીગ્રી કરેલા ઉમેદવારો દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યા છે.
આશરે ૪ હજારની જાહેરાતમા ૧૩ લાખ જેટલી ગુજરાતમાંથી અરજીઓ આવેલી છે.અને લેવાના છે માત્ર ૪ર્ર્ર્ હજાર જ આથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્નાતક તેમજ એન્જીનીયર સુધી ભણતર કરેલું હોવા છતાં પણ લોકોને રોજગારી માટે આ સરકારમાં ફાંફા મારવા પડે છે.જ્યારે જ્યારે સરકારી જાહેરાતો બહાર આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે.સરકારમાં ઘણા એવા વિભાગો છે જયાં છેલ્લા ઘણા વર્ષોથી ભરતી જ કરવામાં આવી નથી. આ કરણ પણ બેરોજગારી માટે જવાબદાર છે.ગુજરાતમાં રોજગારી વધે તે માટે વાઇબ્રન્ટમા પણ કરોડોના એમ ઓ યુ કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આ એમઓયુ કાગળ ઉપર જ રહી જતા હોય તેવું દેખાય છે. કેમ કે ગુજરાતમાં બેરોજગરીમાં આજ સુધી ઘટાડો થયો જ નથી પરંતુ કૂદકે અને ભૂસકે બેરોજગારી વધતી જાવા મળી છે. વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ પરિણામ તો શૂન્ય જ છે.
સરકર પણ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે છે કે શું? કેમ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરી શકતી નથી ગુજરાત સરકારમાં બેરોજગારી નહીં ઘટવાનું કરણ ખાનગીકરણ પણ જવાબદાર છે. કેમ કે ગુજરાત સરકરમાં હવે સરકરી ભરતી કરવાની જગ્યાએ સરકારી વિભાગોમાં આઉટ શાશિંગથી ભરતી કરવામાં છે. અને આ આઉટ શાશીંગ ચલાવતી એજન્સીઓ પણ પોતાના લાગતા વળગતાઓને નોકરીએ લગાડે છે.અને જા બીજા કોઈને નોકરી જાઈતી હોય તો એજન્સીના માલિકોને પ્રસાદી આપવી પડે છે. ત્યારબાદ જ નોકરી મળે છે.અને એમાં પણ એજન્સીઓ વાળા તેમનું શોષણ પણ કરતા જાવા મળે છે.
આવા ખાનગીકરણને કારણે પણ બેરોજગરીમાં વધારો થતો જાવા મળે છે.સરકાર પોતાના ભાષણમાં જાર જાર થી બુમો પાડે છે કે અમે આટલા લોકોને રોજગારી આપી જા તમે ખરે ખર રોજગારી આપી હોય ને તો ૪ હજારની જાહેરાતમાં ૧૩ લાખ ફોર્મ ના ભરાયા હોત. તમે જા રોજગરીઓ આપી હોય ને તો લોકોને સામુહિક આત્મહત્યા જેવા પગલાં ભરવા ના પડ્યા હોય.ગુજરાતમાં આટલી સ્પષ્ટ બેરોજગારી હોવા છતાં કેમ સરકારને દેખાતી નહીં હોય.? લોકો બેરોજગરીના કારણે આત્મહત્યા કરે છે શુ આ બધું સરકારને દેખાતું નથી.? સરકાર બેરોજગરીમાં ઘટાડો થાય તે માટે કોઈ નક્કર પગલાં ભરશેપ? કે પછી તમાશા જ જાયા કરશે..?