બે કિશોરોએ ૫ વર્ષની માસૂમને પીંખી નાંખી!

ન્યુ દિલ્હી,
રાજધાની દિલ્હીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારની એક એવી શરમસાર કરતી ઘટના સામે આવી છે જેને જાણીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. પાર્કમાં રમી રહેલી માસૂમ સાથે ૧૦ વર્ષ અને ૧૧ વર્ષના બે કિશોરોએ બળાત્કાર ગુજાર્યો. બળાત્કારની આ ઘટનાને લઇને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાળકો સોમવારની રાતે પાર્કમાં રમી રહ્યાં હતાં. તે પછી બંને આરોપીઓએ બાળકીને પકડી લીધી અને તેની પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે બંને બાળકીની મા પાર્ક પહોંચી તો બંને આરોપી ત્યાંથી નાસી ગયાં. પોલીસે બાળકીને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તપાસ બાદ તેની સાથે દુષ્કર્મ થયુ હોવાની પુષ્ટિ થઇ. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને તેમને સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યાં છે. જણાવી દઇએ કે અગાઉ દિલ્ગીમાં ગત અઠવાડિયે સાડા ત્રણ વર્ષની એક માસૂમ બાળકી સાથે બળાત્કાર થયો હતો. બાળકી પર તેના સગા માસાએ જ દુષ્કર્મ આચર્યુ હતું.