સરકારી અનાજના જથ્થાનું કૌભાંડ..!!

છોટાઉદેપુર,
નસવાડીના સરકારી સસ્તા અનાજના જથ્થામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના સસ્તા અનાજના ગોડાઉનના જુના મેનેજર નિવૃત થતાં નવા આવેલા મેનેજરે અનાજનો જથ્થો ચેક કરતા અનાજનો જથ્થામાં મોટાપાયે ઘટ જણાઇ હતી. જેથી પુરવઠા અધિકારીએ ગોડાઉન સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા અધિકારીએ તપાસ કરતા ગોડાઉનમાંથી ઘઉંની ૨૬૫૦ બોરી, ચોખાની ૧૬૦૦ બોરી ઓછી જણાઇ હતી. ૩૦ જુન, ૨૦૧૯ના રોજ ગોડાઉનના મેનેજર નિવૃત થયા હતા. ત્યારે તેમની જગ્યાએ નવા ગોડાઉન મેનેજરે ચાર્જ લીધો હતો. નવા મેનેજરે ચાર્જ લેતાની સાથે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ગોડાઉનમાંથી નસવાડી તાલુકાના ૪૨ રેશનિંગ સંચાલકો, ૨૪૬ મધ્યાહન ભોજન કેન્દ્રો, ૨૨૪ આંગણવાડી કેન્દ્રોમાં અનાજનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો.