પાટણના ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહના બાળકો માટે આનંદ મેળા નું ભવ્ય આયોજન કરાયું

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ માં બાળકો માટે શનિવારે આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંકુલ ખાતે આયોજિત આ આનંદ મેળામાં બાળકો નો ઉત્સાહ વધારવા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સાથે સંકળાયેલા મનોજભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી બાળકોને મનોરંજન સાથે ખાણીપીણીની વિવિધ મિજબાની કરાવી હતી.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહ ખાતે આયોજિત બાળકો ના આનંદ મેળાના આ પ્રસંગ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ સહભાગી બન્યો હતો.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300