ચંદ્રુમાણા : ગૌરી વિદ્યાલય ના વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી યોજનાઓની જાણકારી અપાઈ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતેની ગૌરી વિદ્યાલય
માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે ની વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત સીઆરસી.કો-ઓર્ડીનર મૌલિકભાઈ પટેલ દ્વારા વિધાર્થીઓને શિક્ષણ અંગેની વિવિધ યોજનાઓની માહિતી જેવી કે નમોલક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સ
પોર્ટેશન યોજના જેવી શિક્ષણની વિવિધ યોજનાઓ થી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓના શાળા અભ્યાસક્રમ ઉપરાંત વિવિધ સ્કોલરશીપ અને ફેલોશિપની માહિતી પણ પ્રદાન કરવામાં આવી હતી.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300