મોડાસામાં ખાખી વર્દી ચોર-લૂંટારુ ગેંગ સામે લાચાર ૭૨ કલાકમાં ૬ સ્થળે લૂંટ

મોડાસામાં ખાખી વર્દી ચોર-લૂંટારુ ગેંગ સામે લાચાર ૭૨ કલાકમાં ૬ સ્થળે લૂંટ
Spread the love

બુટ-ચપ્પલના ગોડાઉનમા લૂંટના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ


મહેન્દ્રપ્રસાદ દ્વારા

મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વારંવાર ચોરી-લૂંટ,ચેન સ્નેચિંગ, બાઈક ચોરી ના બનાવો બની રહ્યા છે મોડાસા શહેરમાં તસ્કર ટોળકી ખાખી વર્દીને ચેલેન્જ આપી રહી હોય તેમ ૭૨ કલાકના સમય ગાળામાં ૫ થી વધુ દુકાનો અને બે બંધ મકાનમાં ધાડ પાડી લૂંટ ચલાવી રફુચક્કર થતા પોલીસતંત્ર નિસહાય હાલતમાં હોય તેવી સ્થિતિ પ્રવર્તતા નગરજનોમાં ભય નો વ્યાપ્યો છે. મોડાસા હંગામી બસ સ્ટેન્ડ નજીક બુટ-ચપ્પલના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકી બુટ-ચપ્પલ અને રોકડ રકમ મળી અંદાજે ૫૦ હજારની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રવિવારે રાત્રે મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકી નજીક મોબાઈલ શોપમાં,હજીરા વિસ્તારની ૪ થી વધુ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરી કરી ગયા હતા મોડાસા ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના કુમકુમ સોસાયટીમાં પણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીના અને ૧૫ હાજર રોકડ રકમ મળી અંદાજે ૨ લાખથી વધુ મત્તાની લૂંટ ચલાવી હવામાં ઓગળી જતા પોલીસના ઘર જ સલામત નથી ત્યારે પ્રજાની સુરક્ષા સામે ઉઠેલા સવાલોનો વારંવાર જીલ્લા પોલીસવડા મયુર પાટીલ બદલીઓનો ગંજીફો ચીપતા હોવા છતાં કોઈ જવાબ નથી મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દુકાનોમાં પાછળના ભાગેથી દીવાલમાં બાકોરું પાડી અને બંધ મકાનના નકુચા તોડી લૂંટ ચલાવતી તસ્કર ટોળકીના તરખળાટથી પ્રજાજનો અસલામતી અનુભવી રહ્યા છે સઘન પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા નગરજનો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે

Admin

Admin

9909969099
Right Click Disabled!