ઈનર વ્હીલ ક્લબ દ્વારા ગુમાનદેવ ની પ્રાથમિક શાળા ને દત્તક લેવાઇ

અંકલેશ્વર માં વર્ષૉ થી કાયૅરત ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ગુમાનદેવ ની પ્રાથમિક શાળા ને દત્તક લેવામાં આવી હતી.આ કાયૅક્રમ હેઠળ સ્કૂલના બાળકો ને યુનિફોર્મ, બૂટ મોજા, સ્કૂલ બેગ, સ્ટેશનરી પાઊચ,રમત ગમત નાં સાધનો,બૂકસ, બિસ્કીટ,હેન્ડવોશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ને સ્વચ્છતા અને સ્વસ્થતા કેવીરીતે જાળવવી એ વિશે માહિતી આપી હતી. પયૉવરણની જાળવણી માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.