ગાંધીનગરની વૃંદાવન સ્વીટના ડ્રાયફૂટમાંથી ઈયળો નીકળી…!

ગાંધીનગરમાં કુડાસણ ખાતે આવેલ વૃંદાવન સ્વીટ માં અવારનવાર કરેલી કમ્પ્લેન છતાં પણ તેઓ હજુ સુધરવાનું નામ લેતા નથી આજે 3760 રૂપિયા લીધેલ ડ્રાય ફ્રુટ માંથી ઈયળો ફરતી દેખાય છે. ગત વર્ષે પણ સેક્ટર 7 માં આવેલ વૃંદાવન સ્વીટ માંથી બુંદીના લાડુ ઉપર ઉંદર ફરતો હતો ત્યારે પણ લેખિતમાં કોર્પોરેશનને કમિશનર, અને હેલ્થ ઓફિસર ને ફરિયાદ આપેલી છે છતાં પણ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી ક્યાં સુધી આ તંત્ર અંધ બનીને રહેશે અને ક્યાં સુધી નિર્દોષ ગ્રાહકોને હેરાન થવું પડશે શું આ લોકો વિરુદ્ધ કોઈ પગલા નહિ લેવાય??? શું આમને કોઈ સજા નહીં થાય ??? શું દરેક વખતે એ લોકો માફી માંગે અને એમને માફ કરી દેવાના ?? જૉ કદાચ આજે આ બદામ મારી દીકરી જોયા વગર ખાઈ ગઈ હોત તો શું ??? ખરેખર ગાંધીનગરમાં મીઠાઈઓ ક્યાંથી અને કોના ત્યાં થી લેવી એ બહુ મોટો પ્રશ્ન છે હું દીપક વ્યાસ આજે સોશિયલ મીડિયાના મારફતે વિનંતી કરું છું જાગો ગ્રાહક જાગો અને તંત્રને પણ વિનંતી કે લોકો વિરુદ્ધ થી કડક પગલાં લેવામાં આવે.