અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણીમાં ગરમાવો

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી બે વાર અલગ-અલગ મુદ્દે મુલતવી રહ્યા પછી ૧૪ જુલાઈને રવિવારના યોજાનાર જીલ્લા શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ રહી હોવાની અફવા સામે ચૂંટણી અઘ્યક્ષ હરેશ ભાઈ.ડી.સુથાર ના નામે રવિવારે જીલ્લા શિક્ષક સંઘની ચૂંટણી યોજાશે અને શિક્ષકોએ ગેરમાર્ગે દોરાવવું નહિનો મેસેજ સોશ્યલ મીડિયામાં વહેતો મુકતા ચૂંટણી પૂર્વે ભારે ગરમાવો આવી ગયો છે. અરવલ્લી જિલ્લા ના તમામ શિક્ષક ભાઈ બહેનો ને જણાવવાનું કે આજ રોજ કેટલાક ન્યુઝ પેપર ની અંદર યેનકેન પ્રકારે કોઈ આધાર પુરાવા વગર ચૂંટણી પ્રક્રિયા રદ ના સમાચાર છપાવી જિલ્લા ના શિક્ષકો ને મતદાન ના લાભ થી વંચિત રાખવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે. જે એક શિક્ષક સમાજ માટે શરમજનક બાબત છે. હાલ ચૂંટણી નું જાહેર નામું બહાર પડ્યું હોય જિલ્લા સંઘ માં સર્વો પરી ચૂંટણી પંચ જ હોય છે. જેમાં બંધારણ ના નિયમો ને ધ્યાન માં લેતા કોઈ નવીન હોદ્દેદારો ની નિમણુંક થઈ શકતી નથી જેથી નવીન ગેર બંધારણીય રીતે બની બેઠેલા હોદ્દેદારો ની વાત ને ધ્યાન માં ના લેતા તા :- ૧૨/૦૭/૧૯ ના રોજ માનનિય જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સાહેબ ના આદેશ અને કોર્ટ ના આદેશ ને ધ્યાન માં રાખતા ચૂંટણી પંચ ના અધ્યક્ષ સ્થાને થી તા:- ૧૪/૦૭/૧૯ ના રોજ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણી માટે જિલ્લા ના તમામ તાલુકા મથકે ચૂંટણી પ્રક્રિયા યોજાશે તેવા મેસેજથી ચૂંટણીમાં ભારે ગરમાવો સાથે ચૂંટણીમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.