અરવલ્લી જીલ્લા પોલીસવડાએ ત્રણ પીએસઆઈની આંતરિક બદલી કરી

મહેન્દ્રપ્રસાદ દ્વારા
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનુ ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે વધુ એક વાર ત્રણ પીએસઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરી જીલ્લા પોલીસતંત્રમાં ભારે ઉલટફેર કરવામાં આવતા વારંવાર કરાતી બદલીઓ સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે જીલ્લામાં થતી વારંવાર બદલીઓ પાછળ એક પોલીસ કર્મચારી મહત્વનું પરિબળ હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.
શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો હોવાનું જગજાહેર છે શામળાજી પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓમાં મલાઈદાર પોલીસ સ્ટેશન તરીકે જાણીતું છે શામળાજી પીએસઆઈ કેતન વ્યાસની બુટલેગરો પર ધોંસ વધારતી સફળ કામગીરી છતાં તેમની એકાએક બદલી કરી લી.રી. એટેચ એલસીબી (પેરોલ ફર્લો વધારાનો ચાર્જ) સ્થળે બદલી કરી તેમના સ્થાને શામળાજી પોલીસ સ્ટેશનમાં એસ.એચ શર્માની બદલી કરતા પોલીસતંત્રમાં પોલીસવડા મયુર પાટીલની કામગીરી સામે ભારે ચણભણાટ શરુ થયો છે લી.રી.એટેચ એલસીબી પીએસઆઈ કે.એસ.સીસોદીયા ને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો.
- અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં વહીવટદાર તરીકે જાણીતા પોલીસ કર્મચારીનો પોલીસવડા કચેરીમાં ભારે દબદબો હોવાનો અને તેના ઈશારે તેના માનીતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થતી હોવાનું પોલીસબેડામાં ચર્ચાનું કેન્દ્ર બની છે જીલ્લા પોલીસવડા મયુર પાટીલને કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જીલ્લામાં થતી અસામાજિક પ્રવૃતિઓ થી દૂર રાખવામાં સફળ રહ્યા હોવાની ચર્ચા પણ પોલીસબેડામાં થઇ રહી છે.