મોડાસામાં ભાજપ કાર્યાલયમાં જિલ્લા અનુસુચિત જાતિ મોરચાની કાર્યશાળા

મોડાસામાં ભાજપ કાર્યાલયમાં જિલ્લા અનુસુચિત જાતિ મોરચાની કાર્યશાળા
Spread the love

મોટી ઇસરોલ,
સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત મોડાસામાં ભાજપ કાર્યાલયમાં જિલ્લા અનુસુચિત જાતિ મોરચાની કાર્યશાળા યોજાઈ હતી. પ્રદેશમાંથી ઉપસ્થિત હાઉસિંગ કમીટી ડે.ચેરમેન અને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના રાણીપ વોર્ડના શ્રી ભદ્રેશભાઇ મકવાણા અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ તબક્કે અરવલ્લી જિલ્લા ભાજપા અનુ. જાતિ મોરચા પ્રમુખ શ્રી દિનેશભાઇ પરમાર, મંત્રી શ્રી કેવળભાઇ વણકર, શ્રી ધિરૂભાઇ વાઘેલા, શ્રી રૂચિરભાઇ એન્જિનીયર, જિલ્લાપંચાયત સદસ્ય શ્રીમતિ કમળાબેન પરમાર, મોડાસા નગરપાલિકા સદસ્ય શ્રી આર.જી.વણકર, શ્રીમતિ નર્મદાબેન રાઠોડ, શ્રીમતિ દુધીબેન સોનેરી,ટીટોઇથી મૂળજીભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ કાર્યકરો કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા નોધણી અંગે અરવલ્લી જિલ્લા ભાજપા સોશિયલ મીડિયા કન્વિનર નીતિન પંડયા ધ્વારા પૂર્ણ સમજ આપવામાં આવી ત્યારે કાર્યશાળા અનુસંધાને અધ્યક્ષ શ્રીભદ્રેશભાઇ મકવાણા ધ્વારા સંગઠનનું વિસ્તૃતિકરણ અને સભ્ય નોધણી, અનુ.જાતિ ને જોડવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.જેમાં અરવલ્લી જિલ્લાના તમામ મંડલ મોરચા ના હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યશાળા બેઠક સંચાલન મોરચા મંત્રી શ્રી કેવળભાઇ વણકર ધ્વારા કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!