ડૉ. ગિરીશ શાહે શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળા તેમજ સિલ્વર જ્યુબિલી ફેસ્ટિવલમાં આપી હાજરી

ડૉ. ગિરીશ શાહે શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળા તેમજ સિલ્વર જ્યુબિલી ફેસ્ટિવલમાં આપી હાજરી
Spread the love

ડૉ. ગિરીશ શાહે શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળા, શેરપુરા – બનાસકાંઠાનાં સિલ્વર જ્યુબિલી ફેસ્ટિવલમાં આપી હાજરી

ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળા,શેરપુરા બનાસકાંઠા ખાતે ગૌશાળાની સિલ્વર જ્યુબિલી ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.ડૉ. ગિરીશ શાહ ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ઉપસ્થિત રહ્યા હતા.
૬૦ ગાયોથી શરૂ થયેલી શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળામાં આજે ૨૧૦૦ ગાયો છે. ૧૦ એકરમાં ગૌશાળા અને પાંચ એકરમાં વિશાળ તળાવ છે. ગૌશાળામાં આવેલી ગાયો માટે ચારો આપવા સાત ગામનાં ખેડૂતો પુણ્ય કમાઈ રહ્યા છે. સમારોહમાં ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો સહિતનાં ૬૦૦૦ થી વધુ ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ગિરીશ શાહે પ્રવચન આપી, ગૌશાળાની સમૃદ્ધિ વિષે વાત કરી હતી.આ પ્રસંગે શ્રી રામ રતનજી મહારાજ, ગૌશાળાનાં અધ્યક્ષ દશરથભાઇ દેસાઈ, ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી, પોપટલાલ સુથાર, મણિલાલ જાટ સહિત અનેક જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

WhatsApp-Image-2024-04-27-at-9.38.14-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!