મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા બિલ્ડર્સ એશોશિએશન અને એસોસિએશન ઓફ સિવિલ એન્જીનિયર્સ એન્ડ આર્કિટેક(એસિઆ) દ્વારા વર્કશોપ

મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા બિલ્ડર્સ એશોશિએશન અને એસોસિએશન ઓફ સિવિલ એન્જીનિયર્સ એન્ડ આર્કિટેક(એસિઆ) દ્વારા વર્કશોપ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની રચના કરવા માં આવી છે. એના અનુસંધાને અરવલ્લી જિલ્લા એન્જીનિયર એન્ડ આર્કીટેક્ટ એશોશીએશન દ્વારા બાંધકામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યવસાયિક સિવિલ એન્જીનિયર્સની ભૂમિકા સુદ્રઢ કરવા રવિવારના રોજ મોડાસાના દેવાયતનગર ખાતે અરવલ્લી જીલ્લાના ૩૫થી વધુ ઇજનેર એશોશિયન ઑફ સિવિલ એન્જીનીયર્સ એન્ડ આર્કીટેકના (એસિઆ) પ્રમુખ દિવ્યકાન્ત પટેલ અને અરવલ્લી બિલ્ડર્સ એશોશીએશનના પ્રમુખ કમલેશ પટેલના અધ્યક્ષ પદ હેઠળ એકઠા થયા હતા. એશોશિએશન દ્વારા મિંટીગનું આયોજન કરી રાજ્યમા મોડાસા ખાતે સૌ પ્રથમ એન્જીનીયરોની કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા દરેક સિવિલ એન્જીનિયર માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સંસ્થામાં અનુભવ/ડીગ્રી ના આધારે સ્ટ્રક્ચર એન્જીનીયર તેમજ સિવિલ એન્જિનિયર તરીકે નું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

હવે પછી આવા રજિસ્ટ્રેશન વગર કોઈપણ એન્જીનિયરે કામ કરવું એ ગેરકાયદે ગણવામાં આવશે. આથી અરવલ્લી જિલ્લાનાં એન્જીનીયર્સ અને આર્કીટેક્ટસના ભવિષ્ય માટે આવનારો સમય અત્યંત મહત્વ નો સાબિત થનાર હોઈ આ નિયમ અંગે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. આવનાર સમયમાં શૈક્ષણીક નગરી મોડાસાને વધુ ડેવલોપ કરી રાજ્ય સરકારના આદેશનું પાલન કરવા મોડાસાના ઈજનેરો એ મિંટીગ બોલાવી એક જ જગ્યાએ થી રજીસ્શન કરવાની તેમજ અગામી સમયમાં કાઉન્સીલમા રજીસ્ટ્રેશન કરાવતા પહેલા ઈજનેરો એ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થશે એ માટે એસિઆના સીનીયર ઈજનેરો દ્વારા કોચીંગ ક્લાસનું નિ:શુલ્ક આયોજન પણ કરવામાં આવશે એવું દિવ્યકાંત ભાઈ પટેલ અને કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું. મિટીંગના અંતમા કમલેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા એન્જીનીયર કાઉન્સીલની રચના કરવા બદલ અને અમલ કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!