મોડાસામાં વરસાદ માટે મુસ્લિમ સમાજે ખુલ્લા પગે દરગાહ સુધી રેલી યોજીને દુઆ માંગી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ,
અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી પરિસ્થિતિમાં ખેડૂતોના ઊગી નીકળેલી મૌલાત માટે ભય ઉભો થતા વરસાદ માટે મોડાસામાં મુસ્લિમ સમાજેખુલ્લા પગે દરગાહ સુધી રેલી યોજીને દુઆ માંગી હતી.
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મોડાસાના શાહીકોટ મસ્જિદથી લઇ મખદૂમ શાહ બાબાની દરગાહ સુધી ખુલ્લા પગે યોજી રેલી હતી અને રેલી બાદ મસ્જિદમાં બે રકાત નમાજ પઢી દુઆ માંગી હતી.