વિરપુરમાં કવિવર ઉમાશંકર જોશીના 108માં જન્મદિને વ્યાખ્યાનમાળા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી-સાબરકાંઠાની ધરતીના સપૂત કવિવર ઉમાશંકર જોશીની 108મી જન્મ દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના પ્રમુખપદે અને પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણના મુખ્ય અતિથિ વિશેષપદે વીરપુર(સાબરકાંઠા)ખાતે વ્યાખ્યામાળા યોજાઈ હતી. આ વ્યાખ્યાનમાળામાં મૂર્ધન્ય કવિવર ઉમાશંકર જોશી લિખિત આપણી ધરાનું અમૃત- પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે જુદા જુદા વિષયો ઉપર વકતાઓએ વ્યાખ્યાન આપ્યાં હતાં. જેમાં ઉમાશંકર અને બામણા વિશે ડૉ.પ્રેમજી પટેલ, કવિ ઉમાશંકર વિશે ડૉ. ઉત્પલ પટેલ,ગધકાર ઉમાશંકર વિશે કલ્પેશ પટેલે વ્યાખ્યાન આપ્યું હતું.આ વ્યાખ્યાનમાળા સમારોહનું સંચાલન ડૉ.બલભદ્રસિંહ રાઠોડે કર્યું હતું.ડૉ.ગૌરાંગશરણદેવાચાર્ય (ગૌરાંગ સ્વામી)આ વ્યાખ્યાન માળાન નિમંત્રક હતા. પ્રમુખપદેથી બોલતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ કવિવર ઉમાશંકર જોશીના જીવન કવન વિશે પ્રભાવી વક્તવ્ય આપ્યું હતું.મુખ્ય અતિથિ વિશેષપદેથી. સાબરકાંઠાના અભૂતપૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે સાબરકાંઠાના સપૂત મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા. જેવી . કૃતિઓને વાગોળી હતી.