મોડાસાની અયોધ્યાપુરી સોસાયટી નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બિનવારસી લાશ મળી આવવાની ઘટનાઓ સમય અંતરે બનતી રહે છે મોડાસા શહેરની અને સાયરા ગ્રામ પંચાયત વિસ્તારની અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં અજાણ્યા યુવકની લાશ પડી હોવાની વાત વાયુ વેગે નગરમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મોડાસા શહેરની મેઘરજ રોડ ચોકડી નજીક બાયપાસ રોડ પર આવેલ અયોધ્યાપુરી સોસાયટીની બાજુમાં નવનિર્મિત ફ્લોરેટ સીટી ની ખુલ્લી જગ્યામાં યુવકની લાશ પડી હોવાનું લોકોને ધ્યાને પડતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શ્રમજીવી જેવા દેખાતા અજાણ્યા યુવકની લાશ પડી હોવાનું મોડાસા રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી વિમલ કુમાર ડાહ્યાભાઈ પટેલની જાહેરાતના આધારે મૃતક અજાણ્યા યુવકના વાલી-વારસાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અજાણ્યા યુવકની લાશ અંગે લોકોમાં તરહ તરેહની ની ચર્ચાઓ ઉભી થઈ હતી અને યુવકની હત્યા કે કુદરતી મોત ઉભી થઈ હતી.