બોરખલ હાઈસ્કૂલમાં NSS અને ઈકો ક્લબના સ્વયંસેકો દ્વારા વૃક્ષારોપણ

બોરખલ હાઈસ્કૂલમાં NSS અને ઈકો ક્લબના સ્વયંસેકો દ્વારા વૃક્ષારોપણ
Spread the love

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બોરખલ શાળામાં NSSના કન્વીનર શ્રી રોબિનસન્સ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ NSSના સ્વયંસેવકો અને ઈકોલ ક્લબના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે બોરખલ રેન્જ દ્વારા વૃક્ષારોપણ માટે ફોરેસ્ટ વિભાગની જમીન ફાળવવામાં આવી હતી. આ કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી. ભુસારા, બેંક ઑફ બરોડાના મેનેજર ચૌધરી, રેન્જ ફોરેસ્ટર આર.એમ. પટેલ તેમજ ફોરેસ્ટના કર્મચારી, જિલ્લા નિરીક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગવળી, અમરસિંહભાઈ ગાંગોડા તેમજ શાળાના સ્ટાફ, ગામ આગેવાનો અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, RFO અને શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ આર. ગાંગોડા દ્વારા વૃક્ષોની જાળવણી તેમજ વૃક્ષનું જીવનમાં મહત્વ ઉપર તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!