બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વૉડ

પ્રભુુુદાસ પટેેેલ, મોટી ઇસરોલ
પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ મોડાસા, જિ-અરવલ્લી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર કે.વાય.વ્યાસ નાઓએ અત્રેના અરવલ્લી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સુચના અને માર્ગદર્શન અનુસંધાને અ.હે.કો.પ્રવિણસિહ રણજીતસિંહ બ.નં.૩૦૭ પેરોલ ફર્લો નાઓને બાતમી હકીકત મળેલ કે ભીલોડા પો.સ્ટે. એમ. કેસ નં.૧૭/૨૦૦૭ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબ ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રકાશભાઇ સમરતભાઇ ડામોર ઉ.વ. ૩૯ રહે. કુંડોલપાલ તા.ભીલોડા જિ.અરવલ્લી નાનો આજરોજ મોડાસા આવવાનો છે
જે બાતમી હકીકત આધારે કે.વાય.વ્યાસ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા અ.પો.કો. પ્રવિણસિંહ જીવાભાઇ બ.નં- ૫૨૨ તથા આ.પો.કો. રાજેશભાઇ બાબુભાઇ બ.નં.૪૮૬ તથા અ.લો.ર. સુરેશકુમાર ગલાભાઇ બ.નં. ૦૨૧૫ એ રીતેના મોડાસા બજારમાં સદરી આરોપીની વાંચમાં હતા દરમ્યાન સદરી આરોપી મોડાસા બજારમાં ચાલતો જતો મળી આવતા સદરી આરોપીને કોર્ડન કરી પકડી પાડી. આજરોજ તા.૨૨/૦૭/૨૦૧૯ ના ક. ૧૪/૦૦ વાગ્યે ઉપરોક્ત ગુન્હાના કામે સી.આર.પી.સી.ક. ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભીલોડા પોલીસ સ્ટેશને સોપેલ છે. આમ અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વૉડને અપહરણના ગુન્હામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.