કડી મામલતદાર કચેરીના સામેથી રૂપિયા ૧ લાખ ની ઉઠાંતરી

કડીમાં લૂંટના બનાવો સતત વધી રહ્યા છે જેથી સામાન્ય નાગરીકો સાથે વેપારીઓ પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે સોમવારના રોજ કડી મામલતદાર કચેરી પાસે કચેરીમાં કામ અર્થે આવેલ એક વેપારીની ગાડીમાંથી અજાણ્યા શખ્સોએ ગાડીનો કાચ તોડી 1.25 લાખ રૂપિયા જેટલી રકમ અને ડેલ કંપની નું લેપટોપ ધોળા દિવસે ચોરી જતા થોડીવાર માટે ભીડ ભાળ વાળા વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
કડી તાલુકા મામલતદાર કચેરી માં રોજના હજારો લોકો કામકાજ અર્થે આવતા હોય છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા લોકો ની સુરક્ષા માટે પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે તેમ છતાં ધોળા દિવસે
ગાડી નો કાચ તોડી અજાણ્યા ઈસમો દ્વારા લૂંટ કરવાથી લોકોમાં ફફડાટ પેસી ગયો છે.કડી તાલુકાના વતની પરંતુ છેલ્લા થોડા સમય થી કામકાજ અર્થે અમદાવાદ સ્થાયી થયેલા વરુણભાઈ પટેલ મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા હતા તેમણે તેમની ગાડી મામલતદાર કચેરીની સામે પાર્કિંગમાં મુકેલ હતી તેઓ જ્યારે મામલતદાર કચેરીમાંથી પાછા આવીને જોયું તો તેમની આઈ 10 ગાડીનો કાચ તોડી અજાણ્યા ઈસમો 1.25 લાખ ની રોકડ અને એક લેપટોપ ચોરી ગયાનું જોતા તેમણે તાત્કાલિક કડી પોલીસનો સંપર્ક સાધી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી હતી.
કડી મામલતદાર કચેરીની બહાર પાર્ક કરેલી ગાડીમાંથી ધોળા દિવસે થયેલી ચોરીથી કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયી હતી. મામલતદાર કચેરી આગળ સીસીટીવીના અભાવે પોલિસ મૂંઝવણમાં મુકાયી ગયી હતી.