મહેસાણાના લાંગણજ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ ઓનડ્યુટી ટિકટોક બનાવતાં સસ્પેન્ડ કરાયા

ધવલ ગજ્જર, કડી
હાલમાં સોસીયલ મીડિયાનું ભૂત એવું ધૂણી રહ્યું છે કે તે કોને ઝપટમાં લઈ લે તેની કોઈ ખબર જ ન પડે ત્યારે તમને જાણી ને નવાઈ લાગશે કે જે પોલીસ સોસીયલ મીડિયાનો ઉપયોગ સમજી વિચારી કરવાની સલાહ આપે છે તે જ આજે ગુરુ ગોળ ખાતા પકડાઈ ગયા છે.
મહેસાણા જિલ્લા ના લાંગણજ પોલીસ મથકે 2018માંLRD તરીકે ફરજ પર જોડાયેલ મહિલા કોન્સ્ટેબલ અર્પિત ચૌધરી કે જેની ચડતી જવાની સાથે પોલીસમાં ફરજનો તાલમેલ કાંઈક આ રીતે જોવા મળ્યો કે અર્પિતા પર સોસીયલ મીડિયાના ટિકટોકનું ભૂત એવું તો સવાર થયું કે તેને પોલીસ મથકમાં જ પોતાના વિડીયો બનવવાનું શરૂ કરી સોસીયલ મીડિયામાં વાઇરલ કરી દીધા અને બસ આ વિડીયોએ સમગ્ર પોલીસ બેડામાં હડકમ્પ મચાવી દીધી ત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે વિડીયો મહિલા LRD અર્પિતા ચૌધરી અને મહેસાણા લાંગણજ પોલીસ મથકે ફરજ બજાવતી યુવા પોલીસ કર્મીનો હોવાનું તેમજ વિડીયો પોલોસ મથકમાં ઉતાર્યો હોવાનું સામે આવતા મહેસાણા જિલ્લા પોલીસ વડા એ આ યુવતીને તાત્કાલિક અસર થી ફરજ મોકૂફ કરી દીધી છે તો બીજી તરફ લેડી પોલીસના આ વાઇરલ વિડીયો મામલે પોલીસ વિડિઓ ક્યારે અને ક્યાં પોલીસ મથકે ઉતારાયો છે તેની પણ તપાસ કરતા લેડી કોન્સ્ટેબલ સામે પોલીસ ફરજમાં શિસ્ત ભંગ કરવા બદલ પણ પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.