રાખડી બજારમાં 7 ચક્રની તથા અલગ અલગ ક્રિસ્ટલની રાખડીઓ ધૂમ મચાવી રહી છે

હાર્દિ લુહાર
આ વર્ષે અમદાવાદ ના રાખડી બજાર માં 7 ચક્રની તથા અલગ અલગ ક્રિસ્ટલ ની રાખડીઓ ધૂમ મચાવી રહી છે. ક્રિસ્ટલ રાખડી વેહચતા રંગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર મિત દવે નું કહેવું છે કે રક્ષાબંધન એ ભાઈ – બહેન ના પ્રેમ નો તહેવાર છે જેમાં બહેન ઈશ્વર ને ભાઈ ની રક્ષા માટે પ્રાર્થના કરે છે. અને એ બહેન ના ભાવ માં – પ્રેમ માં એટલી તાકાત હોય છે કે ભાઈ ની રક્ષા થાય જ છે ..પરંતુ જો રક્ષા માટે રાખડી પ્લાસ્ટિક ની લેવી તેના કરતાં જો ઓરિજિનલ ક્રિસ્ટલ ની લઈએ તો આપણી ભાવના સાથે ઓરિજિનલ ક્રિસ્ટલ ની અસર થાય છે.
અલગ અલગ ક્રિસ્ટલ ના ખાસ ઉપયોગ છે અને તેના ફાયદા મુજબ તેની પસંદગી કરવા માં આવે છે. જેમાં 7 ચક્ર ની રાખડી સૌથી વધુ ધૂમ મચાવી રહી છે… માનવ શરીર માં ઉર્જા ના 7 કેન્દ્રો છે જેને 7 ચક્ર તરીકે ઓળખાય છે. આ ચક્રો માટે ના ખાસ ક્રિસ્ટલ નો ઉપયોગ કરી ને ખાસ રખડી તૈયાર કરવા માં આવે છે જેને સેવન ચક્ર રાખી તરીકે ઓળખાય છે જે શરીર ના 7 ચક્ર બેલેન્સ કરે છે. સેવન ચક્ર રાખી માં એમેથીસ્ટ , લાપિઝ લાઝુલી , સોડાલાઇટ , ગ્રીન અવેન્ચયુરાઇન , યલો અગેટ , કાર્નેલીયન રેડ જેસ્પેર નામ ના ક્રિસ્ટલ નો ઉપયોગ થાય છે.
બહેનો માં ક્રિસ્ટલ સાથે ગોમતી ચક્ર અને રુદ્રાક્ષ વળી રાખડીઓ પણ ખૂબ પસંદગી પામે છે.. હજારો પ્રકાર ના ઓરિજિનલ ક્રિસ્ટલ છે પણ સૌથી વધુ ચાલતા અમુક ક્રિસ્ટલ વિશે ખાસ નોંધ લઈએ તો રોઝ ક્વોર્ટઝ નો ઉપયોગ પ્રેમ અને શાંતિ માટે થાય છે તો સિટ્રીન નો ઉપયોગ સમૃદ્ધિ માટે થાય છે સ્ફટિક નો ઉપયોગ શાંતિ અને સ્વાસ્થ્ય માટે તો એમેથીસ્ટ નો ઉપયોગ આધ્યાત્મિક પ્રગતિ માટે થાય છે.
હાર્દિ બેન ના કેહવા મુજબ ટાઇગર આઈ નામ નો ક્રિસ્ટલ નકારાત્મક વિચારો થી અને નકારાત્મક ઉર્જા થી રક્ષા માટે વપરાય છે તથા આ ક્રિસ્ટલ ની ઉર્જા આત્મવિશ્વાસ માં વધારો કરી મનોબળ પૂરું પાડે છે અને તેથી તે મને છે કે ટાઇગર આઈ ના ક્રિસ્ટલ ધરાવતી રાખડી અને બહેન નો પ્રેમ ભર્યો ભાઈ ની રક્ષા નો ભાવ બંને સાથે કોઈ ભાઈ ને મળે તો એની રક્ષા બમણી થઈ જાય. આ રાખડી ઓ 50 થી લઇ ને 100 સુધી ના ભાવ માં આરામ થી માળી જાય છે. જે માર્કેટ માં મળતી સામાન્ય પ્લાસ્ટિક ની રાખડી જેટલો જ ભાવ છે જેથી બહેનો ને ખરીદી કરવી સરળ રહે.