મોડાસા નજીક પહાડપુરમાં ત્રણ દીકરીઓએ આપી પિતાને મુખાગ્નિ

પ્રભુુુદાસ પટેેેલ, મોોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં મોડાસા નજીક પહાડપુરમાં અગ્રણી પ્રવીણભાઈ બી.પટેલનાં ભાઈ જયંતીભાઈ પટેલનું આજરોજ નિધન થતા તેમની ત્રણ દીકરીઓએ પિતાને મુખાગ્નિ નિભાવ્યો હતો.આ સમયે ઉપસ્થિત સૌની આખો ભીની થઇ ગઇ હતી.સ્વજનો ઉડા દુઃખ અને આઘાતમાં સરી પડ્યા હતા અને ત્રણેય દિકરીઓએ કઠણ હૈયે પિતાની નનામીને કાંધ પણ આપી અને સ્મશાનમાં મુખાગ્નિ પણ આપ્યો હતો. સદગત જયંતિભાઈને સંતાનોમાં ત્રણ દીકરીઓ જ હતી.દીકરો ન હતો પણ ત્રણ-ત્રણ દીકરીઓએ ભારે હ્ર્દય સાથે પિતાની અંતિમવિધિ કરી હતી ત્યારે આખાય માહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી.