સંબંધમાં અંતર એટલે સંબંધનો અંત

આમ સંબંધે જોડાયાં છે, હાથ ના છોડતાં,
કુદરતની મરજીથી જોડાયાં, હવે ના તોડતાં,
સંબંધ ઘણાં હશે પણ, મારે મન આ એક જ,
સવાર ને સાંજ સંગ રહું, વર્ષો વિત્યા છે શોધતાં.
“અંતર” આ શબ્દ જયારે પણ આવે ત્યારે સંબંધનું રૂપ બદલી નાખે છે. સુખ અને દુઃખ બંને માં સ્થાન ધરાવતો આ શબ્દ સારા અને ના ગમતાં બંને રૂપો સમય સાથે બતાવે છે. સમય સાથે જીવનમાં આપણે અનેક લોકો ને મળીએ છીએ અને આવા અનેક લોકો જાણીતાં હોય અને અજાણ પણ હોય છે. આવા કેટલાક સંબંધ ક્ષણિક તો કેટલાક મરણોપરાંત બની જાય છે. આવા કેટલાંક સંબંધો બે શરીર અને એક આત્મા થી ઓળખાતા હોય છે. જીવનનાં અમુક વણાંકો એવાં પણ હોય છે જેમાં કેટલાક વ્યક્તિઓ આપણી સાથે જીવનભરનો સંબંધોનો સેતુ બનાવી જતાં હોય છે. એક સમયે એકબીજાં થી ખૂબ જ નજીક રહેલા સંબંધો ક્યારે સમય સાથે ખૂબ જ દૂર થઈ જાય છે ખબર નહી રહેતી. જો એકબીજાંની ખૂબ જ નજીક આવી જઈએ તો સંબંધ ઝાંખો પડી જાય છે અને જો ખૂબ જ દૂર જતાં રહીએ તો સંબંધ નાં બરાબર થઈ જાય છે. સંબંધ ખૂબ પારદર્શી સમાન હોય છે. સંબંધ વચ્ચે કોઈ નાનો સરખો પણ અણગમો આવે ત્યારે આવાં સંબંધોમાં અંતર વધે છે અને સંબંધનો અંત આવે છે. સંબંધોમાં સંબંધ પ્રત્યે લાગણી અને પ્રેમ ધરાવતાં આવાં સંબંધો ઝાંખા નાં પડી જાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ પછી કદાચ ખૂબ મોડું થઈ જાય છે પછી માત્ર અફસોસને જ સ્થાન રહે છે.
અમુક સંબંધો એવાં પણ હોય છે કે જેમાં દૂર હોવા છતાં પણ પોતાની યાદોને સાથે રાખે છે. સંબંધ જાળવી સંબંધની સફરનો આનંદ મેળવવો જોઈએ બસ. નવા સંબંધ ના મળે તો કોઈ વાંધો નહી પણ જે જૂનાં સંબંધો છે એ સચવાઈ જાય તો પણ બહું મોટી વાત છે.
દેવાંગ પ્રજાપતિ