સ્વર્ગવાસી પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરનાર દીકરીને પ્રોત્સાહન આપવા માટે સન્માન સહિત સ્કૂલમાં કરાયું નોટબુક વિતરણ

પ્રાથમિક શાળામાં હરીશ આર્ટ પરિવાર વાપી અને નાયબ કલેક્ટર પ્રીતેશભાઈ પટેલ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ને નોટબુક વિતરણ કરવામાં આવ્યુ હતુ.બામટી ગામના નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ પટેલ અને એક ગરીબ પરિવારની આદિવાસી દિકરીને વલસાડમાં એમ બી બી એસ માં અભ્યાસ માટે એડમિશન મળીયું છે એ રિયા દીપકભાઈ પટેલ નું હરીશ આર્ટ વાપી અને નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ દ્વારા સન્માન કરી રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરીને અભ્યાસ પ્રોત્સાહિત કરી હતી. આ પ્રસંગે માજી ફોજી ખુશાલભાઈ વાઢું હસમુખભાઈ પટેલ હરીશભાઈ પટેલ પ્રીતેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ વધુ અભ્યાસ કરી કેવી રીતે સફળતા મેળવી શકાય છે એ અંગે વિષેશ માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવિયા હતા.
હરીશ આર્ટ વાપી દ્વારા રિયા અભ્યાસ દરમિયાન ખર્ચ માટે જવાબદારી લીધી છે. પિતા ના મૃત્યુ બાદ બારમું ના દિવસે સમાજના અગ્રણી આગેવાનો દ્વારા હરીશ આર્ટ વાપીને અભ્યાસ માટે ની જવાબદારી આપી હતી . રિયાના પિતા દીપકભાઈ મોહનભાઇ પટેલની છેલ્લા બે વર્ષથી ડેમેજ કિડની ની ડાયાલીસીસ ની બીમારીથી પીડાતા હતા. તે અરસા દરમ્યાન રિયાએ પોતાની હિંમત રાખી વલસાડ જિલ્લામાં બીજો ક્રમ મેળવી 99.56 ટકા મેળવી સિદ્ધદી હાંસલ કરી હતી. આજે તેમની સફળતા પૂર્ણ થતાં તેમના પિતા દેવલોક થયા છે આજે પિતા હયાત નથી પણ પિતા ઈચ્છા હતી કે મારી દીકરી ડોક્ટર બને હાલ રિયા ને વલસાડ એડમિશન મળી જતા ગામની પ્રાથમિક શાળામાં સન્માન કરી આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે
રિયાએ પિતાનું મૃત્યુ વખતે અગ્નિ દાહ આપી સમાજમાં માત્ર દિકરોજ કરી શકે એ જરૂરી નહિ હોવાનું ઉદાહરણ આજની દીકરીઓ આપી રહી છે. ઉદાહરણ આપી દીકરીઓ પણ એટલીજ ફરજ બજાવી શકે છે. અને દરેક કાર્ય પાર પાડી શકે છે. એટલી હિંમત વાન દિકરીઓએ પોતાના પિતાને પોતાના હાથે અગ્નિદાહ આપ્યો હતો. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ પોતાનું ગામ છે એ શાળા માં અભ્યાસ કરીયો હતો એનું ગર્વ છે. હરીશભાઈ પટેલ બામટી ઘોઘરપાટી પ્રાથમિક શાળા અભ્યાસ કરીયો હતો 1975માં ધોરણ 10 નાપાસ થયા હતા ત્યાર બાદ આર્થિક સ્થિતિ સારી ના હોવાથી વાપી મજૂરી કામ કરવા ગયા હતા. આજે પોતાના વ્યવસાય માંથી ધરમપુર કપરાડા ના ગરીબ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે.