હેપ્પી યુથ ક્લબ અને ગવર્નમેંટ આર્ટ્સ કોલેજ વચ્ચે ક્રિકેટ મેચ

હેપ્પી યુથ ક્લબ અને ગવર્નમેંટ આર્ટ્સ કોલેજ વચ્ચે ક્રિકેટ મેચ
Spread the love

ગાંધીનગર,
હેપ્પી યુથ ક્લબની ક્રિકેટ ટીમ અને ગવર્નમેંટ આર્ટ્સ કોલેજની ટીમ વચ્ચે આજે સવારે સેક્ટર-૧૫માં સરકારી કોલેજના ગ્રાઉંડ પર ટેનિસ બોલ ક્રિકેટ મેચ યોજાઇ હતી. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. મેચમાં ગવર્નમેંટ આર્ટ્સ કોલેજની ટીમનો વિજય થયો હતો. મેચમાં મેન ઓફ ધ મેચ જય પટેલ બન્યા હતા જ્યારે બેસ્ટ બોલર તુષાર ચૌધરી, બેસ્ટ બેટ્સમેન પ્રતિક ગોસ્વામી તથા બેસ્ટ ફિલ્ડર સુનિલ રાવળને જાહેર કરાયા હતા. મેચના અંતે હેપ્પી યુથ ક્લબ દ્વારા તમામ વિજેતાઓને કેપ તથા શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. હેપ્પી યુથ ક્લબ વતી વિશાલ થોરાત, શિવાંગ પટેલ, શૈલેન્દ્ર ઠાકોર, ભાર્ગવ પટેલ, અજય ચૌધરી, પ્રવીણ ચૌધરી, રાજદીપ બિહોલા વગેરે સહિતના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મેચનું આયોજન અને સંકલન માટે ગવર્નમેંટ આર્ટ્સ કોલેજના એનએનએસ યુનિટના કો-ઓર્ડિનેટર ક્રિશ્ના ઝાલાએ જહેમત ઉઠાવી કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!