પોશીના તાલુકાની કોટડા ગઢી શાળામાં શૈક્ષણિક સાધન સહાય

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
સાબરકાંઠાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામની વીરાફળા પ્રા. શાળામાં ગરીબ આદિવાસી પરિવારના ધૉ.1 થી 8 સુધીના 207 બાળકો ને નોટબુક, પેન્સિલ, પેન, રબર, સંચા વગેરે શૈક્ષણીક સાધન સામગ્રીની સહાય આપવાંમાં આવી હતી. આ શૈક્ષણીક સાધન સામગ્રી ખેડબ્રહ્મા સંજીવની હોસ્પિટલ ના ડૉ. કિંજલભાઈ સોલંકી, ડૉ.કનુભાઈ તરાલ, લક્ષમપુરા હોસ્પિટલના સર્જન ડૉ.કેતનભાઈ સોલંકી તેમજ ખેડબ્રહ્મા લક્ષમીપુરા ચાર રસ્તા પર આવેલ ડેન્ટીસ્ટ હોસ્પિટલ ના ડૉ.કિશોરભાઈ તરાલ ઉપરાંત વિજયનગરના નિવૃત બેંક ઓફિસર શ્રી નગજીભાઈ લીંબડ, ખેરોજ સાવન ઓટો એજન્સીના શ્રી મહેશભાઈ ધ્રાંગી, ધાનેરા શ્રી બળવંતભાઈ રાણા વગેરેના સહયોગ થી આજ 28 જુલાઈ,રવિવાર રજાનો દિવસ હોવા છતાં શાળાના શિક્ષક શ્રી બિરબલભાઈ રાઠોડ ના પ્રયાસોથી તમામ બાળકો શાળામાં હાજર રહયા હતા . ડૉ.કનુભાઈ તરાલ,શ્રીમતી મણીબેન સોલંકી , જગદિશભાઈ તરાલ વગેરે ની હાજરીમા વિતરણ કરવામાં આવ્યું હતુ.