કડી : દરજી સમાજના તેજસ્વી તરલાઓને ઇનામ વિતરણ

કડીના પટેલ ચંપાબેન રતિલાલ ટાઉનહોલ ખાતે મોરલીધર દરજી જ્ઞાતિ પંચ કડી દ્વારા તેજસ્વી તરલાઓનો દ્વિતીય ઇનામ વિતરણ કાર્યક્રમ તારીખ 28/7/2019 રવિવાર ના રોજ યોજાઈ ગયો.તેમાં કેજી 1 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા તથા ગીત-સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તેમાં દરજી સમાજના પ્રમુખ, અન્ય મહેમાન તથા કડી દરજી સમાજના તમામ જ્ઞાતિજનોએ હાજરી આપી કાર્યક્રમને ખૂબ સુંદર બનાવ્યો હતો.