ખેતરે જળને નતમસ્તક વંદન કરતા ભૂમિપુત્રની અલભ્ય તસ્વીર વાયરલ

પ્રભુદાસ પટેલ. મોટી ઇસરોલ
વરસાદની કિંમત જે ખેડુત ને હોય છે તેની સમજણ શહેરીજનોને ક્યારેય નહિ પડે.!!! ગત વર્ષ ના દુષ્કાળ પછી આ વર્ષે પણ વરસાદે લાંબુ ખેંચ્યું અને જગતનો તાત વિસામણ માં પડી ગયો કે શું થશે ? …!! અબોલ પશુઓને શું ખવડાવશે ? ત્યારે ગઈ કાલે રણની કાંધે આવેલા વાવ વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આનંદમાં આવી ગયેલો ખેડુત ધરતીમાતા ને અને વરસાદના અમૃત સરીખા જળને નમન કરીને ભગવાનનો આભાર પ્રગટ કરી રહ્યો છે. અહીંયા જળ એજ જીવન છે વાળી કહેવત સાર્થક થતી દેખાય છે.!!!