ડાંગ જિલ્લાના વઘઇ ગીરાધોધ નજીક અંબિકા નદીમાંથી ગાયને બચાવી

ડાંગ જિલ્લાના વઘઇ ગીરાધોધ નજીક અંબિકા નદીમાં ગાય ઉંડા પાણીમાં ફસાઈ જતાં જીવદયા રહીશોએ ગાયને બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું (લોકોમાં માનવતા હજુ પણ જીવીત છે) ધોધમાર વરસાદને પગલે ડાંગ ની અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ગીરાધોધ નજીક અંબિકા નદીમાં ગાય ઉંડા પાણીમાં ગરકાવ થયેલી જોવા મળતાં આસપાસના સ્થાનિક જીવદયા રહીશોએ ઉંડા પાણીમાં ફસાઈ ગયેલી ગાયને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી લોકોમાં માનવતા જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગાયને બચાવતા આસપાસ ના લોકોએ જીવદયા પ્રેમીઓની કામગીરી ને બિરદાવી હતી.