આઈક્યુએસી દ્વારા વાર્ષિક બેઠક યોજાઈ

(પ્રતિનિધિ) ગાંધીનગર,
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઍમ બી પટેલ ઇંÂગ્લશ મીડિયમ સૅકન્ડરી અને હાયર સૅકન્ડરી સ્કૂલના ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સૅલ દ્વારા વાર્ષિક બેઠકનું આયોજન મંડળના પ્રમુખ વલ્લભભાઈ પટેલની ઉપÂસ્થતિમાં કરવામાં આવ્યું હતું. ઉપÂસ્થત વાલીઓને સુપરવાઈઝર મોનીકા બિજલાની દ્વારા શાળાના સમગ્ર વાર્ષિક કાર્યક્રમો અને સફળતા વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. શરૂઆતમાં આચાર્ય અર્પિત ક્રિશ્ચિયન દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. સેજલ પરમાર દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સુપરવાઈઝર સુપર્ણા મુખર્જી અને નદીમ મેમણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવવામાં આવી હતી.
શાળાના સ્કાલરશીપ, કેરિયર ગાઈડન્સ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, સ્કૂલ બેન્ડ જેવા ઉપક્રમો અંગે વિગતે જાણીને વાલીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને શાળા પરિવારની પ્રશÂસ્ત પણ કરી હતી. આચાર્ય અર્પિત ક્રિશ્ચિયને શાળામાં અભ્યાસ કરી ગયેલા અને આજે સફળતાના મુકામ પર પહોંચેલા કેટલાક વિદ્યાર્થીઓના રસપ્રદ કિસ્સા સંભળાવી બેઠકને રસપ્રચૂરતા બક્ષી હતી. સમગ્ર વાતાવરણ આ કિસ્સાઓને કારણે લાગણીસભર પણ બની ગયું હતું. બેઠકને અંતે વાલીઓ તરફથી સૂચનો માગવામાં આવ્યાં હતાં અને આ સૂચનો મુજબ પોતાની કાર્યપ્રવૃત્તિ, આયોજનમાં સુધાર કરવાની શાળા દ્વારા ખાતરી આપવામાં આવી હતી.