કડીમાં જાહેર રસ્તા ઉપર બે આખલા ઝઘડતા અફડા-તફડી મચી

કડીના જાહેર રસ્તા પર અચાનક જ બે આખલા બાથ ભીડીને સામસામે આવી જવાના કિસ્સા રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમરૂપ બની શકે છે આવા કિસ્સા શહેરમાં હવે રોજબરોજ બનવા લાગ્યા છે એવામાં મંગળવારે કડી શહેરમાં આવેલ શક્કરપુરાના નાકે પીર બોડીના ઢાળ જવાના રસ્તા ઉપર સાંજના સમયે એકાએક બે આખલા સામસામે શિંગડા ભરાવીને યુદ્ધે ચઢ્યાં હતાં તેવામાં આજુબાજુ રહીશોએ લાકડી ઉગામી છતાં છૂટા ન પડતાં હતા અને રસ્તામાં આ આખલાઓ યુદ્ધે ચડયા હતા તેવામાં રસ્તા ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને વાહન ચાલકોએ જોખમ ખેડીને ભયભીત હાલતમાં સાઇડમાંથી આવાગમન ચાલુ કરી દીધું હતું છેવટે ૩૦ મિનિટ પછી બન્ને આખલા રોડ પર સાંત પડતા આજુબાજુના રહીશોએ હાશકારો લીધો હતો.