કડી સર્વ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિકાસ કાઉન્સેલિંગ

(પ્રતિનિધિ) ગાંધીનગર,
કડી સર્વ વિશ્વ વિદ્યાલયની કન્સટીટ્યુઅન્ટ કોલેજ ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝના વુમન ડેવલોપમેન્ટ સેલ અંતર્ગત આ સેલના કો.ઓર્ડિ નેટર્સ પ્રાધ્યાપક પ્રો.જૈમિની કુલકર્ણી અને પ્રો.મોનિકા પટેલે વિદ્યાર્થિનીઓને પોતાના હક્કો વિષે, સરકારશ્રીની સ્ત્રીઓ માટેની વિવિધ યોજનાઓ વિષે અને પોતાના જીવનના ધ્યેય અને એ ધ્યેય કેવી રીતે હાંસલ કરી શકાય ? તે વિષે અત્યંત ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. સાથે સાથે સંસ્કાર અને ચરિત્ર વિષે વિશેષ છણાવટ કરી સમજણ સાથે કોઈ નાની સરખી ભૂલ પણ ઘણીવાર જીવનમાં મોટી આફત સર્જી શકે છે તેથી આવી કોઈપણ ભૂલ ન થાય તે બાબતે ચેતવણી આપી હતી.
વધુમાં યુનિવર્સીટી લેવલે આખા શૈક્ષણિક વર્ષ દરમ્યાન ઉડ્ઢઝ્ર દ્વારા યોજાનાર કાર્યક્રમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. નોલેજ એન્ડ કરિયર ડેવેલોપમેંટ સેલ અંતર્ગત ડો.અભિજીતસિંહ જાડેજા, પ્રો. જિગ્નેશ પટેલ અને પ્રો.કેતન સાળુંકેએ આઇ.ટી. ક્ષેત્રે ઉપયોગી પ્રોફેસનલ માહિતી આપી હતી જેમાં કમ્યુનિકેશન, પ્રોફેશનલ કલ્ચર, ડ્રેસિંગ સેન્સ(પ્રોફેશનલ ડ્રેસ કોડ) અને ભવિષ્યમાં આઇ.ટી. ક્ષેત્રે આવનારી તકોનો સમાવેશ કર્યો હતો. એક આઈ.ટી. પ્રોફેસનલનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેની વિવિધ ઉદાહરણોથી સમજ આપી હતી. વિદ્યાર્થીઓએ કોલેજમાં સહકાર અને સહયોગ સાથે કેવી રીતે પોતાનો અભ્યાસ સફળ તાપૂર્વક પુર્ણ કરવો અને એક આદર્શ વિદ્યાર્થી તરીકેની છાપ કેવી રીતે પ્રસ્થાપિત કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રદાન કર્યું હતું.
કમ્પ્યુટર પ્રોફેશનલે ઇન્ડસ્ટ્રીઝમાં હમેશા ટીમમાં કામ કરવાનું થાયછે જેથી ટીમવર્કમાં કેવી રીતે એકબીજાના પૂરક બની કામમાં ધારી સફળતા મેળવવી તે અંગે ખૂબ જ ઉપયોગી ટીપ્સ આપી હતી. કાઉન્સીલીંગ સેશન વિષે વધુ માહિતી આપ તા કોલેજના ડાયરેક્ટર ડો. સંજય એમ. શાહે જણાવ્યુ હતું કે આજે વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યનો સુભગ સમન્વય કરાવવો એ પડકારરૂપ છે. આ સ્પર્ધાત્મક વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી શકે અને આઇ.ટી. ક્ષેત્રે નામાંકિત કંપનીઓમાં એટીટ્યુડ, એપ્ટિટ્યૂડ અને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જેવી બાબતો પર પ્રભુત્વ મેળવે તે અતિ આવશ્યક છે. આવા ઘડતરથી વિદ્યાર્થીઓ પોતાનો ધંધો કરીને કે ઉચ્ચ નોકરીઓમાં જોડાઈને પોતાનું, પોતાના પરિવારનું અને સંસ્થાનું નામ રોશન કરી શકે તેવો નમ્ર પ્રયાસ સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે. આ એક દિવસીય કાઉન્સીલીંગનાં કુલ ૭ સેશનમાં કોલેજના જ સેમેસ્ટર ૧ અને ૫ ના ૫૬૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.