ગાંધીનગર મહાનગરપાલિકા અને યુવા દિશા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણી

ગાંધીનગર મહાનગરપાલિકા અને યુવા દિશા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થાપના દિનની ઉજવણી
Spread the love

(પ્રતિનિધિ) ગાંધીનગર,

ગાંધીનગર મહાનગર પાલિકા અને ગાંધીનગરમાં સૌ પ્રથમ, શહેરના જન્મદિવસની ઉજવણીની પહેલ કરનાર રાષ્ટ્રીય યુવા એવોર્ડી સંસ્થા યુવા દિશા કેન્દ્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર શહેર ના ૫૫માં સ્થાપના દિનની ઉજવણી તથા ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખીમજી વિશ્રામ રોડ, કડી, શિક્ષણ સંકુલ સેક્ટર – ૨૩ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારમંથન ને અનુસરી ‘સબકા વિશ્વાસ’ થીમ સાથે સદ્‌ભાવના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમની શોભા વધારવા મેયરશ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલના આમંત્રણને માન આપી અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે.

ઉપરાંત ગુજરાતના સહકારીતા શિરોમણી તથા ગુજકોમાસોલ ના ચેરમેન શ્રી માન. દિલીપભાઈ સંઘાણી તથા નેહરું યુવા કેન્દ્ર રાષ્ટ્રીય ઉપાધ્યાયશ્રી પ્રદિપસિંહ વાઘેલા, પૂર્વ સહકાર મંત્રીશ્રી વાડીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઈ પટેલ, ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના માન. મેયરશ્રીમતી રીટા કેતનકુમાર પટેલ, ડેપ્યુટી મેયરશ્રી નાઝાભાઈ ઘાંઘર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન માન.શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, તથા ગાંધીનગર ભાજપાના પ્રમુખ શ્રી મહેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

વધુ માહિતી આપતા યુવા દિશા કેન્દ્રના અધ્યક્ષ શ્રી સંજીવ મહેતા એ જણાયું છે કે આ પ્રસંગે યુવા ફોર ઈન્ડીયા, યુવા ફોર ગુજરાત, યુવા ફોર ગાંધીનગર ની રાષ્ટ્રીય યુવા ચળવળની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવશે તે અન્વયે સદ્‌ભાવના વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ ઝુંબેશ, સ્વદેશી ઝુંબેશ, ભાઈચારો કેળવો, સ્કીલ ઈન્ડીયા, સ્ટાર્ટઅપ ઈન્ડીયા, યોગ, બેટી-બાવો, બેટી પઢાઓ, મેઈક ઈન ઈન્ડીયા વગેરેના માધ્યમે યુવા દ્વારા સશક્તિકરણ અને યુવાઓનું સશક્તિકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને ગાંધીનગરના પ્રભારી મંત્રી માનનીયશ્રી કૌશિકભાઈ પટેલ, અગ્રણી મહેન્દ્રસિંહ રાણા, શ્રી મનુભાઈ પટેલ, શ્રી આશીષ દવે વગેરેએ શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે ગુજરાત સંગીત નાટક અકાદમી તરફથી સરગમ ઓરકેસ્ટ્રા સુપરહીટ્‌સનો દેશ ભક્તી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રજુ થશે.

આ પ્રસંગે જાણીતા અગ્રણીઓ શ્રી પૃથ્વીરાજભાઈ પટેલ જાણીતા કેળવણીકાર શ્રી હર્ષદભાઈ પટેલ (અમદાવાદ) તથા ગાંધીનગર મહાનગર ભાજપા ના પ્રમુખ શ્રી મહેન્દ્ર ખાસ ઉપસ્થિત રહેશે, વધુ માહિતી આપાતા શ્રી ઘનશ્યામભાઈ પટેલ અને ડાp. રણછોડભાઈ રથવી જણાવ્યું છે કે અમે માનીયે છીએ કે ગાંધીનગર ને શિક્ષિત શહેર, સંસ્કારી શહેર, સાંસ્કૃતિક શહેર, સુઘડ શહેર, સલામત શહેર બનાવવામાં વર્ષોથી ગાંધીનગરમાં શિક્ષણનું સિંચન કરતી શૈક્ષણિક સંસ્થાઓ સર્વશ્રી શ્રી કડી શિક્ષણ સંકૂલ, સેન્ટ જેવીયર્સ હાઈસ્કૂલ, આરાધના વિદ્યાવિહાર, ગુરુકુળ સે.૨૩, જે.એમ.ચૌધરી શિક્ષણ સંકુલ, વસંત કુવરબા શિક્ષણ સંકુલ ઉપરાંત સરકારી વિનિયન, વાણીજ્ય, વિજ્ઞાન કોલેજને સન્માનવામાં આવશે.

ઉપરાંત ખાસ સન્માન યુનેસ્કોમાં તાજેતરમાં નિમાયેલા આઈએએસ માનશ્રી ભાગ્યેશ જહાનું કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેવા નગરજનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા ડાp. રણછોડ રથવી, કાર્તિક પટેલ, અતુલ પટેલ, તરુણ બારોટ, ગૌરાંગ વ્યાસ, જીગર પટેલ ઉરેન પટેલ, પાર્થ ઠક્કર વગેરે જેહમત લઈ રહ્યા છે. આ કાર્યક્મમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!