અશ્વિનભાઈ પટેલ કૉમર્સ કાલેજ દ્વારા બેન્કિંગ ક્ષેત્રમાં કેરિયર વિશે સેમિનાર

(પ્રતિનિધિ) ગાંધીનગર,
અશ્વિનભાઈ એ પટેલ કૉમર્સ કાલેજ દ્વારા ‘બેંકિંગ ક્ષેત્રમાં જુદા જુદા કેરિયર ઓપ્શન અને તેની તૈયારી’ વિષયે સેમિનારનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. એસબીઆઈમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજરત હર્ષલ માંકડ દ્વારા વિદ્યાર્થીઓને બેન્કિંગ ઉદ્યોગની વ્યાવસાયિક કામગીરી, તેમાં કેરિયર ઓપ્શન, તેમની યોજનાઓ, નીતિઓ, ઓનલાઈન બેન્કિંગ અને ઇલેક્ટ્રોનિક ચૂકવણી પદ્ધતિની જાણકારી આપવામાં આવી હતી.
ઓનલાઈન બેન્કિંગ પદ્ધતિઓ સાથે જાડાયેલ ગુપ્તતા, ગોપનીયતા અને ઇન્ટરનેટ બેન્કિંગ વ્યવહારોની સુરક્ષા તથા અંગત જાણકારી બેન્કિંગ ઉદ્યોગ અને ઇન્ટરનેટ બેન્કિંગ માટે કઈ તકેદારી રાખવી તે વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપીને તેમણે પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રા. જિજ્ઞેશ તોગડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર-૩ અને ૫ના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ ઉપયોગી ઉપક્રમનો લાભ લીધો હતો.