વાહનમાંથી પૈસાની ઉઠાંતરી કરતી છારા ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ,
અમદાવાદની છારા ગેંગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ બાઇકમાં બોગસ નંબર પ્લેટ લગાવી આંગડીયા પેઢીની રેકી કરી વાહનની ડેકી તોડી તેમાંથી પૈસાની ઉંઠાતરી કરતા હતા. પોલીસે ત્રણેય આરોપી પાસેથી ૧૦ લાખ ૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે ઝડપેલા આરોપીઓમાં મનિષ કનૈયાલાલ સેવાણી (અમદાવાદ), ઇન્દર બંશીધર હરવા (અમદાવાદ) અને લીંબાભાઇ બહાદુરભાઇ પરમાર (અમદાવાદનો સમાવેશ થાય છે.
પોલીસે ત્રણેય પાસેથી ૨ લાખ ૩૫ હજાર રોકડા, ઇનોવા કાર, યુનિકોન મોટરસાયકલ, મોટરસાયકલની અસલી નંબર પ્લેટ, નંબર પ્લેટ ફીટ કરવાના પાના સહિત ૧૦ લાખ ૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામનો મુખ્ય આરોપી મનિશ અગાઉ અમદાવાદ શહેર, સાબરકાંઠાના હિંમતનગર, ગાંધીનગરમાં ચીલોડા, તાલોદ તથા ગાભોઇ પોલીસ સ્ટેશનમાં આશરેલ ૧૨થી વધુ પ્રોહિબિશનના ગુનામાં તથા રાજકોટ શહેર એ ડિવીઝનમાં ચોરી તથા અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં છેડતીના ગુનામાં પકડાયો હતો. તેમજ ચાર વખત પાસામાં પણ જઇ ચૂક્્યો છે.