શેમ્પૂના નકલી પાઉચ વેંચવાનાં કૌભાંડનો પર્દાફાશ..!!

રાજકોટ,
હિન્દુસ્તાન યુનિલિવર કંપની વતી મુંબઇની કંપનીમાં રેડીંગ ઓફિસર તરીકે નોકરી કરતાં હિરેને પોલીસને સાથે રાખી શેમ્પૂના નકલી પાઉચ વેંચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં પોલીસે માંગરોળનાં એક શખ્સની રાજકોટથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં હિરેન પટેલે જણાવ્યું છે કે હું જે કંપનીમાં નોકરી કરૂ છું તેનું કામ અમારી કંપનીને મળેલા રાઇટ્સવાળી કંપનીની ચીજવસ્તુઓનું કોઇ ડુપ્લીકેશન કરીને વેંચતું હોય તેને શોધીને પોલીસ કાર્યવાહી કરાવવાનું છે. જેથી હું રાજકોટમાં તપાસ કરતો હતો. તે દરમિયાન મવડીના બાપા સિતારામ ચોક પાસે એક શખ્સ નકલી શેમ્પૂ વેંચવા આવ્યો હોવાની બાતમી મળતા પોલીસને જાણ કરી હતી.
જેથી હિરેનભાઈ પોલીસને સાથે રાખી મવડી વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એક શખ્સ પ્લાસ્ટીકના કોથળા સાથે આવ્યો હતો. બોકસ અંદર કિલનિક પ્લસ શેમ્પૂના રૂ. ૧ની કિંમતવાળા પાઉચ હતાં. આ પાઉચનાં બીલ બાબતે પુછતાં તેણે પોતાની પાસે બીલ નહીં હોવાનું કÌšં હતું. બોક્સમાંથી તથા કોથળામાં છુટક મળી કુલ રૂ. ૮૮૦૩ના પાઉચ મળ્યા હતાં. ઝડપાયેલા અબ્બાસ જેઠવાએ પોતે સુરતનાં શખ્સ મારફત આ શેમ્પૂના બોક્સ મંગાવતો હોવાનું રટણ ચાલુ કર્યુ હતું. હાલ તો પોલસી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.