ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે મીટીંગ

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે મીટીંગ
Spread the love

રીપોર્ટર રસિક વેગડા

તસવીર રાજુભાઈ કાતરીયા

રાજકોટ  ખાતે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે એક મીટીંગ બોલાવવામાં આવેલ. મીટીંગ નો મુખ્ય એજન્ડા એ હતો કે ખેડુતોના વિવિઘ મહત્વ ના પ્રશ્નો જેવા કે પાક વિમો ત્વરીત ચુકવવો, વિજળી રાત્રી ના બદલે દિવસ ની આપવામાં આવે અને સમાન દરથી આપવામાં આવે, જુની જર્જરિત વિજલાઈનો ને તાત્કાલિક રીપેર કરવામા આવે, રીસર્વેની કામગીરીમાં જે ભુલો થઈ છે તો ફરીથી ઝડપથી રીસર્વેની કામગીરી શરુ  કરવામાં આવે. તેમજ બીજા એક મહત્વ ના વિષય HTBT કપાસ વિશે વિગતવાર માહિતી આપવામા આવેલ કે હમણાં છેલ્લા કેટલાક સમયથી HTBT કપાસ ના બીજને લઈને જે ચર્ચાઓ ચાલે છે તેમાં હકીકત એ છે કે આ બીજમાં નિંદામણનાશક દવાને સહન કરવા માટે જીન દાખલ કરેલ છે આ ખેતી કરનાર glyphosate યુક્ત રસાયણ રાઉન્ડ અપ નો સ્પ્રે આપે ત્યારે કપાસ સિવાય ખેતીના તમામ છોડ નાશ પામે છે

કપાસના આ HTBT છોડમાં આ દવા ને સહન કરવાની શક્તિ દાખલ કરેલ છે. નિંદામણનાશક પ્રતિરોધક બિયારણો ને હજી સુધી ભારત સરકારે પણ મંજૂરી આપેલ નથી ત્યારે આ વિદેશી કંપનીઓ પાછળના દરવાજેથી ગેરકાનૂની રીતે માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે બજારમાં આવવા પ્રયાસ કરે છે. આ રીતે આ માત્ર ખેડૂતોને બીજ વેચવામાં નથી આવી રહેલ પરંતુ બીજની સાથે ગ્રાહકોને કેન્સર પણ વહેચાય રહેલ છે.

આ glyphosate ના અત્યંત ઘાતક અને ગંભીર પરિણામ પશુઓ , ખેતીની જમીન ,મનુષ્ય અને ધરતી પરના તમામ જીવજંતુઓ પર જોવા મળે છે. માર્ચ-2015માં 11 દેશોના 17 વૈજ્ઞાનિકો ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ફોર કેન્સર દ્વારા અત્યંત ધોખેબાજબ એગ્રો કેમિકલ બતાવીને monsato glyphosate ને કૅન્સર પેદા કરનાર જાહેર કરેલ છે. આ કંપનીને યુએસની કોર્ટે લગભગ 300 મિલિયન ડોલરથી વધુનો દંડ માત્ર ત્રણ કેન્સર હોસ્પિટલને આપવાનો આદેશ કરેલ છે. આજે આ દવા ના હિસાબે 14 હજાર જેટલા કેસ અમેરિકાની કોર્ટમાં વિચારાધીન છે આજ સુધી MONSETO  કંપનીએ કોર્ટ થી અનેક જાણકારીઓ છુપાવી રાખી હતી જે હવે બહાર આવી ગઈ છે અને glyphosate કેન્સર માટે જવાબદાર છે જ એવો નિર્દેશ કોર્ટે આપી દીધો છે

ત્યારે આ વિષય ઉપર હાલમાં જ પટણા ખાતે મળેલ અખીલ ભારતીય કિસાન સંઘ પ્રબંધ સમિતિમાં પારિત થયેલ ઠરાવ અંગે સમસ્ત માનવ સ્વાસ્થ્ય માટે ખતરારૂપ આ અત્યંત સંવેદનશીલ વિષય ઉપર અનદેખી કરવી એ સરકાર અને આપણા માટે બહુ જ મોટા ખતરાને નજર અંદાજ કરવા તરફ નિર્દેશ થાય છે તે બિલકુલ સ્વીકાર્યા નથી જ તો અખિલ ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 9 ઓગસ્ટ ના ક્રાંતિ દિવસે ભારતભરના તમામ જિલ્લા મથકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને ધરણા અને વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ છે

આ મિટિંગમાં ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય સદસ્ય મગનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ મંત્રી શ્રી બી.કે.પટેલ સાહેબ, પ્રદેશ સંગઠન મંત્રી અશોકભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલિયા, સૌરાષ્ટ્ર ઝોન સંયોજક વિનુભાઈ દુધાત, દેવરાજભાઈ ઈશામલીયા,  લાલજીભાઈ વેકરીયા,રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા , અમરેલી વિભાગ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી, જીલ્લા કોષાધ્યક્ષ મજબૂતભાઈ બસીયા, સાવરકુંડલા જિલ્લા પ્રમુખ બબાભાઈ વરુ, જીલ્લા મન્ત્રી લાભુભાઈ ગજેરા તેમજ સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ્ય કક્ષા સુધી આ માહિતી બધાને પહોંચાડવા અનુરોધ કરવામાં આવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!