અંકલેશ્વર : મુશળધાર વરસાદમાં માનવતાના દીવા પ્રગટાવતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમનાઓએ અંકલેશ્વર મુકામે આવી આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એલ એ ઝાલા અંકલેશ્વર વિભાગનાઓના તરફથી વધુ પડતા વરસાદ ના કારણે સર્જાયેલ સ્થિતિને પહોંચી વળવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી પો.સ્ટે. ના ઇન્ચા. પો. ઇન્સ. શ્રી વી એલ ગાગિયા ઓ ના સાથે પોસઇ એન જી પાંચાણી, જે એન ભરવાડ તથા પી આર ગઢવી અને સર્વેલન્સ સ્ટાફ/બીટ ના માણસો દ્વારા ચાલુ વરસાદે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટેન્કર ગેટ, સરદારપાર્ક, કાપોદ્રા પાટિયા તથા વાલિયા ચોકડી ખાતે સતત ચાલુ વરસાદે ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી કરેલ તથા ભડકોદ્રા બીટ વિસ્તાર માં આવેલ રાધે ક્રિષ્ના સોસાયટી માં ભરવાના કારણે પાણી માં ફસાયેલ વૃધ્ધ દંપતીને સહીસલામત સુરક્ષિત જગ્યાએ પહોંચડેલ અને સાંઈ શ્રધ્ધા સોસાયટી માં પાણી માં ફસાયેલ ચાર દિવસ પહેલા જન્મેલા બાળક ને તેની માતા સાથે સહીસલામત જગ્યાએ પહોંચાડી માનવીય દાખલરૂપ કામગીરી કરેલ.