વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓ પકડી પાડતી બાયડ પોલીસ

વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓ પકડી પાડતી બાયડ પોલીસ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

અરવલ્લી જીલ્લાના બાયડ પોલીસ  સ્ટેશન દ્વાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફાલ્ગનીબેન પટેલ મોડાસા વિભાગ મોડાસા નાઓએ પો . સ્ટે . વિસ્તારમાં થતા ચોરીઓના ગુન્હાઓ બનતા અટકાવવા માર્ગદર્શન તેમજ સુચનાઓ આપેલ જે અન્વયે , અત્રેના બાયડ પોલીસ સ્ટેશનના ફ . ગુ . ર . નં . ૩ / ૧૯ ઇ . પી . કો . ક . ૩૭૯ મુજબના ગુન્હાની તપાસમાં હતા . દરમ્યાન તા . ૩ / ૮ / ૧૯ ના રોજ હકીકત મળેલ કે , સદર ગુન્હાના કામે ચોરીમાં ગયેલ રીક્ષા નંબર GJ 31 – x – 1519 ની લઇ ત્રણ ઇસમ માધવ કંપા ત્રણ રસ્તા થઇ સાઠંબા જનાર છે . જે હકીકત આધારે પો . સ . ઇ . શ્રી કે . કે . રાજપુત તથા પોલીસ સ્ટાફના માણસો માધવકંપા ત્રણ રસ્તા ઉપર ઉપરોક્ત હકીકત આધારે વૉચ તપાસમાં રહેલ હતા અને વોચ તપાસમાં હતા દરમ્યાન સદર ગુન્હાના કામે ચોરીમાં ગયેલ રીક્ષા નંબર GJ – 31 – x – 1519 ની આવતા તેને ઉભી રખાવી જોતાં રીક્ષામાં ત્રણ ઇસમો બેઠેલ હતા જેમાં રીક્ષામાં બેઠેલ ત્રણેય ઇસમોન નામઠામ પુછતા પોતે પોતાના નામ ( ૧ ) મનોજકુમાર કિશોરભાઇ પરમાર રહે . ડેમાઇ તા . બાયડ જી . અરવલ્લી તથા ( ૨ ) નીરવગીરી ઉર્ફે જીગો સંજયગીરી ગોસ્વામી રહે . વડોદરા તા . બાપડ જી . અરવલ્લી તથા ( 3 ) વિજયભાઈ બલુભાઇ પરમાર રહે . દંતાલી નવા મુવાડા ખેતરમાં તા . કપડવંજ જી . ખેડાના હોવાનુ જણાવેલ . તેમજ ત્રણે ઇસમોને રીક્ષા લાવવા સબંધે પુછતા જણાવેલ કે , તેઓ ત્રણ ઇસમો તા . ૨૬ / ૭ / ૧૯ ના રોજ રાતના સમયે બાયડ ગામમાં મસ્જિદ પાસે આવેલ એક દુકાન આગળ સી . એન . જી રીક્ષા નંબર GJ – 31 – 1 – 1519 ની મુકેલ હતી . જેને ત્રણેય ઇસમોએ ડાયરેકટ કરી રીક્ષા ચાલુ કરી ત્રણેય જણા ડેમાઇ થઇ વિજયભાઇ બલુભાઈ પરમાર રહે . દંતાલી નવા મુવાડા ખેતરમાં તા . ક૫ડવંજ જી . ખેડા વાળાના ઘરે મુકી આવેલ હતા અને રીક્ષા નીરવગીરી ઉર્ફે જીગો સંજયગીરી ગોસ્વામી રહે . વડોદરા તા . બાયડ જી . અરવલ્લી નાએ ચોરી કરવાનું જણાવતા ત્રણેય જણાએ રીક્ષા ની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે .

Admin

Admin

9909969099
Right Click Disabled!