વડોદરામાં આંગડિયા પેઢીમાં થયેલ ચોરી ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી “ઈ” ડીવીઝન અને વાડી પોલીસ

વડોદરા શહેર ના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગહલોટ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી કે જી ભાટી સાહેબ નાઓ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં બનતા ચોરી અને લૂંટફાટના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મે. ડી સી પી શ્રી ઝોન ૩ તથા મે મદદનીશ પો કમિ “ઈ” ડિવિઝન નાઓના સીધા માર્ગદર્શન અને સૂચના અન્વયે વાડી પો.સ્ટે. ગુ.ર.નં ૮૦/૨૦૧૯ ઈ પી કો કલમ ૩૮૧ મુજબનો ગુનો રજી. થયેલ જેમાં સુલ્તાનપુરા માં આવેલ વિષ્ણુભાઈ કાંતિભાઈ આંગડીયા પેઢી માં તા. ૦૩/૦૯/૨૦૧૯ ના કલાક ૨૦/૧૫ થી ૨૧/૩૦ ના સમયગાળા દરમ્યાન આંગડીયા પેઢી માં તિજોરી માં રાખેલ સોનાના દાગીના કિંમત ૫૯,૨૦,૦૦૦/- તથા રોકડા રૂ. ૫,૦૦,૦૦/- મળી કુલ રૂ. ૬૪,૨૦,૦૦૦/- ની ચોરી કરી થયેલ હોવાનું જાણવા મળેલ જેની ફરીયાદ મેનેજર વિષ્ણુભાઈ દવારા જાહેર કરવામાં આવેલ જેમાં cctv માં ઓળખ છુપાવાની કોશિશ કરી એક ઈસમ ઓફિસમાં તાળું ખોલી પ્રવેશ કરતો હોવાનું જણાયેલ અને ઑફિસમાં કામ કરતા સાહેદો ને આ ઈસમ પેઢીમાં નોકરી કરતા અરવિંદભાઈ કલાભાઈ રબારી ની બોડી લેંગ્વેજ હોવાનું પાકો વિશ્વાસ આવી જતા મજકુર ઈસમ વિરુદ્ધ ફરીયાદ કરવામાં આવેલ.
સદર બનાવ ના એક કલાક પહેલાં આરોપીએ મેનેજર પાસે બે દિવસ વતન સાબરકાંઠા જવાની રાજા લીધેલ હોય ફરીયાદી નો શક વધુ મજબુત થતા ફરીયાદી ધ્વારા આરોપીને યુક્તિ પૂર્વક આણંદ થી પાછો બોલાવી લેવામાં આવેલ અને પોલીસ ધ્વારા કડક પૂછપરછ કરતા ઈન્ટરોગેસન દરમ્યાન ભાંગી પડેલ અને આ ચોરી તેણે કરેલ હોવાનું સ્વીકાર કરેલ છે જે કબુલાત ના આધારે પોલીસે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે જવાનાં ભાલેજ બ્રીજ નજીક આણંદ જવાના રોડ ના સાઇડમાં આવેલ ઝાડીમાં થી તમામ મુદ્દામાલ રિકવર કરવામા આવેલ છે. આ આંગડીયા પેઢી નો ચોરી નો બનાવ શોધી કાઢવામાં ACP શ્રી “ઈ” ડીવીઝન તથા વાડી પો.સ્ટે. ના તમામ અધિકારીઓ અને સર્વેલન્સ સ્કોડ નો મહત્વ નો ફાળો રહેલ છે.