ગ્રોમોર ફેકલ્ટી ઓફ ડિગ્રી-ડીપ્લોમાં એન્જીનીયરીંગ, એમ.બી.એ.-એમ.સી.એ. કોલેજમાં પ્રવેશોત્સવ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
હિમતનગર સ્થિત ગ્રોમોર કેમ્પસમાં ચાલતી જી.ટી.યુ. સંચાલિત ડિગ્રી-ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજ, એમ.બી.એ.-એમ.સી.એ.માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો (ઓરીએન્ટેશન) જેમાં ૫૫૦ થી વધારે વિદ્યાર્થીઓ વાલી સહીત હાજર રહ્યા હતા.
દરેક વિદ્યાર્થીને જીવન અને અભ્યાસ લક્ષી તમામ માહિતી અને અભ્યાસક્રમ પૂર્ણ કરી પોતે પોતાનું કેરિયર કેવું બનાવશો તે વિષે માહિતી આપી હતી. આ પ્રવેશોત્સવમાં ગ્રોમોર ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી ડૉ.બી.એલ.પટેલ , શ્રી એમ.એલ.પટેલ . બી.ડી.પટેલ અને સેન્ટર હેડ તથા તમામ એચ.ઓ.ડી. કાર્યક્રમમાં હાજર રહેલ હતા તેમજ તમામ સ્ટાફ હાજર રહી દરેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અભિનંદન પાઠવ્યા હતા.