સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની કરાયેલી ઉજવણી

સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની કરાયેલી ઉજવણી
Spread the love

રાજપીપલા,
ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, શ્રી મનજીભાઇ વસાવા, દેડીયાપાડાના પ્રાંતઅધિકારીશ્રી ઋતુરાજ દેસાઇ, સાગબારાના પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, સાગબારાના મામલતદારશ્રી જનમ ઠાકોર ઉપરાંત અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાનાં સેલંબા હાઇસ્કૂલના સંકુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઇ રહયો છે, ત્યારે સરકારશ્રી દ્વારા આદિવાસી સમાજના શિક્ષણ, આરોગ્ય, કૃષિ-સિંચાઇ સહિત સામાજિક ઉત્કર્ષની દિશામાં અથાક પ્રયાસોને આવકારતા ઉમેર્યુ હતુ કે, સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત ચિંતિત છે, ત્યારે આદિવાસી સમાજે પણ સામાજિક દૂષણોને તિલાંજલી આપીને આર્થિક ઉન્નતિ સાથે આત્મનિર્ભર બનવાની સાથે આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ અને કલા-વારસાના જતન અને તેના સંવર્ધનની દિશામાં થયેલા પ્રયાસો આવકારદાયક બની રહેશે. શ્રી મનસુખભાઇ વસાવાએ વધુમાં આદિવાસી સમાજના વિકાસ માટે શિક્ષણની જરૂરીયાત પર વિશેષભાર મૂકતાં જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેનો મહત્તમ લાભ લેવાની સાથોસાથ આરોગ્ય, કૃષિ, શિક્ષણ વગેરે ક્ષેત્રે પણ મહત્તમ લાભ લઇ પેતાના કુટુંબના વિકાસની સાથોસાથ સમાજના વિકાસમાં પણ પોતાનું યોગદાન નોંધાય તેવા પ્રયાસો પર તેમણે ભાર મૂક્યો હતો.પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના વ્યક્તિઓ ગમે તેટલું પદ શોભાવે તેમ છતાં પણ આદિવાસી પ્રકૃતિ, સંસ્કૃતિની જાળવણી માટે પ્રત્યેક વ્યક્તિ જવાબદારી નિભાવે તે જરૂરી છે.સરકારશ્રીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અલગ આદિવાસી મંત્રાલયની સાથોસાથ તેના વિકાસ માટે પણ ખાસ અલાયદા બજેટની ફાળવણી સાથે આદિવાસી સમાજને ન્યાય આપ્યો છે, ત્યારે આપણા બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે એકલવ્ય મોડેલ સ્કૂલોની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે, ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય યોજનાઓનો પણ મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી ફુલસીંગભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં તેમણે વિશ્વ આદિવાસી દિવસની મહત્તા સમજાવી હતી. આ પ્રસંગે આંગણવાડી બહેનોએ – લોકનૃત્ય, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના બહેનોએ આદિવાસી નૃત્ય, કેવડીના ભાઇઓ ધ્વારા- ગેર ગોસાઇ નૃત્ય, દેવરૂપણના ભાઇઓ ધ્વારા-મેવાસી નૃત્ય રજૂ કરાયું હતું.આ પ્રસંગે સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરનાર આદિવાસી સમાજના વિવિધ તેજસ્વી પ્રતિભાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.
ત્યારબાદ સંસદસભ્યશ્રી મનસુખભાઇ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હાઇસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રારંભમાં સાગબારાના પ્રાંત અધિકારીશ્રી જે.એચ.બારોટે સૌને આવકાર્યા હતાં અંતમાં ચીટનીશ-ટુ-પ્રાયોજના વહીવટદારશ્રી પાર્થ જયસ્વાલે આભાર દર્શન કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!